વડોદરા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના જે.પી.રોડ પોલીસ સ્ટેશનના NDPSના ગુનામાં વોન્ટેડ આરોપી ગણપતસિંહ સોલંકીને મહિસાગરથી વડોદરા શહેર SOGએ રૂપિયા 64 હજારના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર SOG દ્વારા અગાઉ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી અબ્દુલ ઇબ્રાહિમ પટેલ, ફરીદખાન ઇમામખાન પઠાણ, ગણપતસિહ વિક્રમસિંહ સોલંકી સામે NDPS એક્ટ હેઠળનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં આરોપી ગણપસિંહ વિક્રમસિંહ સોલંકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. SOG ટીમ દ્વારા બીલીમોરા ખાતે જઈ અવારનવાર આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા આખરે ઝડપાયો હતો. આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો વજન 5 કિલો 112 ગ્રામ જેની કિંમત રૂપિયા 51,520 સાથે કુલ મળી રૂપિયા 64,120નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વાહન ચોરનો આરોપીને પાસા વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન