અમુક પળો પેહલા
- કૉપી લિંક
- રીતિક અને રોહન ચંદીગઢના હતા, ગૌરવ મહારાષ્ટ્રના પુણેનો હતો
કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે એક કાર અન્ય વાહન સાથે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બર્થડે પાર્ટી મનાવી પરત ફરી રહેલા બર્થડે બોય સહિત 3 ભારતીયોના કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભારતીય યુવકોમાં બે સગા ભાઈ અને મિત્રનો સમાવેશ થાય છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહનની ઝડપને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.
ઘટના સ્થળ
બુકડો વળી ગયેલી કારમાં માત્ર સીટો જ દેખાય છે
2 મૃતકો ચંદીગઢના અને 1 પુણેનો રહેવાસી હતો
મૃતકોના નામ 23 વર્ષીય રીતિક છાબરા અને તેનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા તેમજ તેમનો 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગે હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેની માહિતી પોલીસે આપી હતી. રીતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો.
રીતિક છાબરાનો બર્થ ડે હતો
આ દિવસે રીતિક છાબરાનો જન્મદિવસ હતો. મોડી રાતે ત્રણેય જન્મ દિવસની પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જન્મ દિવસે જ બર્થડે બોય અને તેના મિત્રોના મોત થતાં તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.
જેનો બર્થ ડે હતો તે રીતિક છાબરા
ગૌરવ ફસગે પુણેનો રહેવાસી હતો
ત્રણેય કેનેડાના સલૂનમાં કામ કરતા હતા
ત્રણેય એક સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સલૂન માલિકે જણાવ્યું કે તે ત્રણેય સાથે દર અઠવાડિયે લગભગ 40 કલાક કામ કરતા હતા અને ત્રણેય છોકરાઓ તેમના પરિવારના સભ્યો જેવા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતના દિવસે તેઓ એક રીતિકનાં જન્મદિવસની ઉજવણી કરવા બહાર ગયા હતા, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણેયનાં મોત થયા હતા.
નોંધનીય છે કે 2023માં છપાયેલાં એક મીડિયા રિપોર્ટમાં WHOને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતને કારણે દર મિનિટે બે લોકોનાં મોત થઈ રહ્યા છે, દરરોજ 3200 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. વિશ્વમાં 5 થી 29 વર્ષની વયના લોકોમાં માર્ગ અકસ્માતો મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો અમેરિકામાં થાય છે, પરંતુ ભારતમાં અકસ્માતોને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે.
યુવાનો જે સલૂનમાં કામ કરતા હતા તે સલૂન