- Gujarati News
- International
- A Crop To Attack India. Threat Of Terrorist Murder, Sleeper Cell Asked To Derail Trains And Target Hindu Leaders
3 કલાક પેહલા
- કૉપી લિંક
ફરહતુલ્લા ઘોરી UAPA હેઠળ લિસ્ટેડ આતંકવાદી છે. તે 2002માં ગુજરાતના અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.
પાકિસ્તાનમાં રહેતા ભારતના વોન્ટેડ આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ એક વીડિયોમાં ભારત પર હુમલાની ધમકી આપી છે. તેણે તેના સ્લીપર સેલને ટ્રેનોને પાટા પરથી ઉતારવા અને દિલ્હી-મુંબઈ સહિત અન્ય શહેરોમાં સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવા કહ્યું.
આ વીડિયો ત્રણ અઠવાડિયાં પહેલાં ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. બુધવારે 28 ઓગસ્ટે મીડિયામાં આ વાત સામે આવી હતી. તે આતંકવાદીઓને કહી રહ્યો છે કે બોમ્બબ્લાસ્ટમાં પ્રેશરકૂકરનો ઉપયોગ કરો. ભારત સરકારની ગુપ્તચર એજન્સીઓ અને ED તેમની મિલકતોને નિશાન બનાવી રહી છે, જેના કારણે સ્લીપર સેલ નેટવર્ક નબળું પડી રહ્યું છે. અમે પાછા આવીશું અને સરકારને હચમચાવીશું.’ ભારત સરકાર દ્વારા ઘોરીને UAPA હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ઘોરીની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

ઘોરી પર ભારતમાં ISIના ટેરર મોડ્યૂલને ઓપરેટ કરવાનો પણ આરોપ.
બીજી તરફ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં ટ્રેનના પાટા પર પથ્થર મૂકવાની ઘટનાઓને સંવેદનશીલ ગણાવી હતી. વૈષ્ણવે કહ્યું, રેલવેટ્રેક પર થતા અકસ્માતોની તપાસ કરવામાં આવી રહી છે.
હિંદુ નેતાઓને નિશાન બનાવવાનું કહ્યું
3-મિનિટના વીડિયોમાં ઘોરીએ સ્લીપર સેલ નેટવર્કને હિંદુ નેતાઓ અને પોલીસ સામે ઇશ્તિહાદી યુદ્ધ કરવા વિનંતી કરી છે. તેણે આતંકીઓને આત્મઘાતી હુમલા કરવા પણ કહ્યું છે. આ સિવાય એ વીડિયોમાં પેટ્રોલિયમ પાઈપલાઈનને નિશાન બનાવવાની વાત પણ કરતો જોવા મળે છે.
રામેશ્વર કાફે બ્લાસ્ટમાં શંકાસ્પદ છે ઘોરી
આ વર્ષે 1 માર્ચે કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ પાછળ ઘોરીનો હાથ હોવાની આશંકા છે. આ કેસમાં પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લામાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
હકીકતમાં ફરહતુલ્લા ઘોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલનું દક્ષિણ ભારતમાં મોટું સ્લીપર સેલ નેટવર્ક છે. કાફેમાં બ્લાસ્ટ થયા પહેલાં ઘોરીનો જમાઈ શાહિદ બંને હુમલાખોરોના સંપર્કમાં હતો. તે આ બ્લાસ્ટનો હેન્ડલર પણ હતો.
આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. તપાસ એજન્સી NIAએ આ કેસમાં બે મુખ્ય આરોપી અબ્દુલ મતીન તાહા અને મુસાવીર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી. NIA અનુસાર 1 માર્ચે શાજીબે કાફેમાં IED મૂક્યો હતો, જ્યારે તાહાએ આખો પ્લાન તૈયાર કર્યો હતો. બંને આતંકવાદી કર્ણાટકના શિવમોગામાં ઇસ્લામિક સ્ટેટ મોડ્યૂલના સભ્યો હતા.

બ્લાસ્ટ સમયે લોકો રામેશ્વરમ કાફેમાં ભોજન કરી રહ્યા હતા.
ઘોરી અક્ષરધામ હુમલાનો માસ્ટરમાઇન્ડ
ગૃહ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ફરતુલ્લા ઘોરીને અબુ સુફિયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર ભારતમાં અનેક આતંકી હુમલા કરવાનો આરોપ છે. ઘોરીએ 2002માં ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 80 લોકો ઘાયલ થયા હતા.
બીજી તરફ, 2005માં હૈદરાબાદમાં ટાસ્કફોર્સની ઓફિસ પર થયેલા આત્મઘાતી હુમલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. ઘોરી ઓનલાઈન પદ્ધતિથી જેહાદીઓની ભરતી કરવાનું કામ કરી રહ્યો છે. ગયા વર્ષે દિલ્હી પોલીસે નવી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાંથી ત્રણ આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ માહિતી આપી હતી.

અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં 32 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 79 લોકો ઘાયલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો…
આતંકવાદી ફરહતુલ્લા ઘોરીનું ભારત સામે જંગનું એલાન:22 વર્ષ પહેલાં અક્ષરધામ મંદિર પર હુમલાનો માસ્ટરમાઇન્ડ

ગુજરાતના ગાંધીનગરમાં વર્ષ 2002માં અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ ફરહતુલ્લા ઘોરી ફરી એકવાર સક્રિય થયો છે અને ભારત વિરુદ્ધ જંગનું એલાન કરી દીધું છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIએ 2002માં ગુજરાતના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ફરહતુલ્લા ઘોરીનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં આતંકવાદી ભારત વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી રહ્યો છે. ઘોરી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે. જોકે ISI દ્વારા આ વીડિયો કયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવ્યો એની માહિતી સામે આવી નહોતી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…