9 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંગળવારે લંડનના હેનોલ્ટ વિસ્તાર પાસે એક વ્યક્તિએ લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મેટ્રોપોલિટન પોલીસે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. પોલીસે જણાવ્યું કે સવારે 7:00 વાગ્યે (સ્થાનિક સમય) થર્લો ગોર્ડન વિસ્તારમાં એક ઘરમાં વાહન ઘૂસ્યું હોવાના અહેવાલ પર પોલીસને બોલાવવામાં આવી હતી. આ મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં 36 વર્ષના એક વ્યક્તિની તલવારથી લોકો પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર હુમલાખોરે તલવાર વડે ઘણા લોકો પર હુમલો કર્યો હતો.
સ્થાનિક વિસ્તારના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર એડ એડેલકને કહ્યું છે કે આ ઘટનાથી વિસ્તારના ઘણા લોકો આઘાતમાં છે. લોકો હુમલા વિશે જાણવા માંગે છે. અમે શક્ય તેટલી વહેલી તકે લોકોને હુમલા વિશે જાણ કરવાનો પ્રયાસ કરીશું. જોકે, અમને નથી લાગતું કે આ હુમલો આતંકવાદ સંબંધિત છે.
હુમલા વિસ્તારની તસવીરો…
સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…