મુંબઈ/કાબુલ47 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝાકિયા વર્દાકને અફઘાનિસ્તાની ભારતમાં પ્રથમ મહિલા ડિપ્લોમેટ નિયુક્ત કરવામાં આવી હતી. (ફાઈલ)
ભારતમાં હાજર અફઘાનિસ્તાની ડિપ્લોમેટ્સ મુંબઈ એરપોર્ટ પરથી 25 કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક દુબઈથી ભારતમાં 18.6 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરવાની ફિરાકમાં હતી.
તેણે પોતાના કપડામાં સોનાની લગડીઓ છુપાવી હતી. અફઘાનિસ્તાની ડિપ્લોમેટ્સને 25 એપ્રિલે એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવી હતી. જો કે હવે તેની માહિતી સામે આવી છે. વર્દાક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર દરમિયાન ઝાકિયા વર્દાકને મુંબઈના કોન્સ્યુલ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (ફાઈલ)
ડિપ્લોમેટિકના કારણે ધરપકડ થઈ નથી રિપોર્ટ અનુસાર, કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ, જો કોઈ વ્યક્તિ પાસેથી જપ્ત કરાયેલા સોનાની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોય, તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને ફોજદારી કેસ નોંધવામાં આવે છે. જો કે, વર્દાક પાસે અફઘાનિસ્તાન દ્વારા જારી કરાયેલ ડિપ્લોમેટિક પાસપોર્ટ છે. ડિપ્લોમેટિકને કારણે હાલ તેની ધરપકડ કરવામાં આવી નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા વર્દાકે કહ્યું, “આ આરોપો સાંભળીને હું ચોંકી ગઈ છું. હું અફઘાનિસ્તાનની કોન્સ્યુલેટ ઓફિસમાં કામ કરું છું. હાલમાં, હું મેડિકલ જરૂરિયાતોને કારણે મુંબઈમાં નથી.” રિપોર્ટ અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને તેના સૂત્રો દ્વારા આ મામલાની માહિતી મળી હતી. તેમને પકડવા માટે ડઝનબંધ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
25મી એપ્રિલે DRIએ એરપોર્ટના ગેટ પરથી પકડી
58 વર્ષીય ઝાકિયા 25 એપ્રિલે સાંજે ફ્લાઇટમાં પુત્ર સાથે મુંબઈ પરત ફરી હતી. બંનેએ એરપોર્ટની બહાર નીકળવા માટે ગ્રીન ચેનલનો ઉપયોગ કર્યો હતો. આનો અર્થ એ થયો કે તેમની પાસે એવો કોઈ માલ નથી કે જેને કસ્ટમ વિભાગ દ્વારા તપાસવાની જરૂર હોય. DRIના અધિકારીઓએ તેમને એક્ઝિટ ગેટ પર રોક્યા હતા.
ઝાકિયા અને તેના પુત્ર પાસે 5 ટ્રોલી બેગ, એક હેન્ડ બેગ, સ્લિંગ બેગ હતી. ડિપ્લોમેટ હોવાને કારણે તેના સામાન પર કોઈ ટેગ કે નિશાન નહોતું. ડીઆરઆઈના અધિકારીઓએ તેમને બેગમાં સોનિું હોવા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ, બંનેએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. આ પછી તેની બેગની તપાસ કરવામાં આવી તો તેમાં સોનું મળ્યું ન હતું.
મહિલા DRI અધિકારી વર્દાકને પૂછપરછ અને ચેકિંગ કરવા માટે બીજા રૂમમાં લઈ ગયા. અહીં ડિપ્લોમેટનું જેકેટ, લેગિંગ્સ, ઘૂંટણની કેપ અને બેલ્ટમાંથી સોનું મળી આવ્યું હતું. તેમાં દરેક 1 કિલો વજનની 24 કેરેટના 25 બાર હતા. વરદાક પાસે સોનાની માન્યતા સંબંધિત કોઈ દસ્તાવેજો નહોતા.
ઝાકિયા વર્દાક ભારતમાં અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ડિપ્લોમેટ છે
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર દરમિયાન ઝાકિયા વર્દાકને ભારતમાં પ્રથમ મહિલા ડિપ્લોમેટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તાલિબાને ઓગસ્ટ 2021માં ગની સરકારને હટાવીને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.
ભારતે તાલિબાનની સત્તાને માન્યતા આપી નથી. આ છતાં, અફઘાનિસ્તાનના મિશન મુંબઈ અને હૈદરાબાદમાં કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડે છે. થોડા મહિના પહેલા ભારતમાં અફઘાનિસ્તાનની એમ્બેસી બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ભારતીય દૂતાવાસ અફઘાનિસ્તાનમાં પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યું છે.