- Gujarati News
- International
- Allocation Of Study Permits For Each Province Based On Population In Canada, With The Highest Number Of Foreign Students Able To Study In Ontario
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇમિગ્રેશન રેફ્યૂજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ 2024 માટે તમામ પ્રાંતોમાં સ્ટડી પરમિટ્સની ફાળવણીની જાહેરાત કરી છે. IRCCએ સ્પષ્ટતા કરી છે કે દરેક પ્રાંતને જે સ્ટડી પરમિટ્સની ફાળવણી થઇ છે તે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ઇશ્યૂ કરી શકાશે પરંતુ આવી પરમિટ્સ જે-તે પ્રાંતની વસતીના આધાર પર ફાળવાઇ છે.
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે સ્ટડી પરમિટ્સના નંબર્સ કેવી રીતે ફાળવાયા તે પદ્ધતિ અંગે ચોખવટ કરી તેમજ દરેક પ્રાંત માટે સ્ટડી પરમિટ્સની અંતિમ ફાળવણી શેર કરી.

કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલર
દરેક પ્રાંતને સ્ટડી પરમિટ એપ્લિકેશન્સની ફાળવણી તેની વસતીના આધારે કરાઇ છે. આ પદ્ધતિના કારણે કેટલાક પ્રાંતને 2023ની સરખામણીએ વધુ ઇન્ટરનેશનલ સ્ટુડન્સ મળશે તો કેટલાક પ્રાંતને ઓછા સ્ટુડન્ટ્સ મળશે.
ઓન્ટારિયોને સૌથી વધુ ફાળવણી
ઓન્ટારિયોને સૌથી વધુ સ્ટડી પરમિટ્સની ફાળવણી થઇ છે. વસતીને ધ્યાને રાખીને કરાયેલી આ ફાળવણીમાં ક્યૂબેકને 1,17,917 સ્ટડી પરમિટ્સ મળી છે. બ્રિટિશ કોલંબિયાએ પહેલા 83 હજાર સ્ટડી પરમિટ્સની જાહેરાત કરી હતી. કેનેડાની 11.67 ટકા વસતી જ્યાં રહે છે તે અલ્બર્ટાને 40,894 સ્ટડી પરમિટ્સની ફાળવણી થઇ છે. અલ્બર્ટાની કેપ 10 ટકા છે.નોવા સ્કોટિયાને પહેલા 12,900 સ્ટડી પરમિટ્સ ફાળવાઇ હતી પરંતુ IRCCની નવી જાહેરાત પ્રમાણે તેને હવે 7,472 પરમિટ્સ મળી છે.

નકારાત્મક અસર ઘટાડવા માટે પદ્ધતિ અપનાવાઇ
IRCCનું કહેવું છે કે કોઇપણ નકારાત્મક અસર ઘટાડવા માટે તેણે આ પદ્ધતિ અપનાવી છે. જે પ્રાંતો 2023 કરતાં 2024 માં વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મેળવવા માટે તૈયાર હતા તેમને થયેલી ફાળવણી તેમની વસતીના 10% સુધી મર્યાદિત હતી. ડિપાર્ટમેન્ટે 60 ટકા કરતાં ઓછા એપ્રુવલ રેટ સાથે ફાળવણી કરી છે. IRCCનો દાવો છે કે આનાથી જે-તે પ્રાંતને તેમની આશા પ્રમાણેના સ્ટડી પરમિટ્સના આંકડા સુધી પહોંચવામાં મદદ મળશે.
