વોશિંગ્ટન17 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ ઘટના ઉત્તર પેરુમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ લગભગ 200 મીટર (લગભગ 650 ફૂટ) ઊંડી ખીણમાં પડી હતી. નીચે નદી હતી. ઘણા મુસાફરો પાણીમાં તણાયા અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
બચાવકર્મીઓ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને આ વિસ્તારમાં 48 કલાકના શોકની જાહેરાત કરી છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.
અકસ્માત બાદની તસવીરો…
બસ અંદાજે 650 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.
રેસ્ક્યુ ટીમ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
ગયા વર્ષે પુરૂમાં માર્ગ અકસ્માતમાં 3,100 થી વધુ લોકોનાં મોત થયા હતા.
પેરુમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં 3 હજારથી વધુના મોત થયા હતા
પેરુમાં અવારનવાર આવા અકસ્માતોના સમાચારો પ્રકાશમાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું કારણ ખરાબ રસ્તાઓ, ટ્રાફિક વ્યવસ્થાનો અભાવ, પ્રશાસનની બેદરકારી અને વધુ ઝડપે વાહન ચલાવનારા લોકો છે. ગત વર્ષે માર્ગ અકસ્માતમાં 3100 લોકોનાં મોત થયા હતા.