બેરૂત16 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ લેબનીઝ હથિયારોના ડેપો પર હુમલો કરી તેને ઉડાવી દીધો હતો. (આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.)
ઇઝરાયલે ગઈ રાત્રે દક્ષિણ લેબનોનમાં ડઝનબંધ હુમલાઓ કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબેનોન પર ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો હતો. કેટલાક લેબનીઝ અધિકારીઓએ NYTને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબનોન પર 70થી વધુ હુમલા કર્યા છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ કહ્યું કે તેઓએ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા 100થી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યો છે. આ સિવાય 1000 રોકેટ બેરલ પણ નાશ કરાયા છે.
IDFએ કહ્યું કે આ હથિયારો ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર છે. તે પહેલા પણ તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. IDFએ પણ કહ્યું કે તેઓએ હિઝબુલ્લાહની ઘણી ઇમારતો અને હથિયારોના ડેપોનો નાશ કર્યો.
આ પહેલા લેબનોનમાં મંગળવાર અને બુધવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટનાઓ બની હતી જેમાં 37 લોકો માર્યા ગયા હતા અને 3000થી વધુ ઘાયલ થયા હતા. લેબનોન અને હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે.
દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ બેઝ પર હુમલો કરવા માટે ઇઝરાયલનું ફાઇટર જેટે ઉડાન ભરી હતી.
હિઝબુલ્લાએ કહ્યું કે ઇઝરાયલી સેનાએ બુધવારે 17 સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો.
હિઝબુલ્લાના વડાએ સિરિયલ બ્લાસ્ટને યુદ્ધની શરુઆત ગણાવી હતી રિપોર્ટ અનુસાર, લેબનોન પર હુમલો ત્યારે શરૂ થયો જ્યારે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ પછી પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણ પછી પણ મોડી રાત્રે ઇઝરાયલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહની ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
પોતાના ભાષણમાં નસરાલ્લાહે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું. ભાષણમાં હિઝબુલ્લા ચીફે કહ્યું કે ઈઝરાયલે આ હુમલાઓ સાથે તમામ હદો પાર કરી દીધી છે. આ હત્યાકાંડ એ લેબનોનના લોકો સામે ઇઝરાયલના યુદ્ધની શરૂઆત છે.
હિઝબુલ્લાહ ચીફ હસનના પેજર બ્લાસ્ટથી લઈને વળતો હુમલો કરવા માટે મોટી બાબતો…
- પેજર બ્લાસ્ટ પર- હિઝબુલ્લાના ચીફ હસને પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. હસને આ વિસ્ફોટોને નરસંહાર ગણાવ્યા અને તેને યુદ્ધની શરૂઆત ગણાવી.
- બ્લાસ્ટના પલટવાર પર – હિઝબુલ્લાના ચીફ હસને પેજર બ્લાસ્ટના વળતા પ્રહાર પર કહ્યું કે છેલ્લા બે દિવસમાં થયેલા હુમલાઓને સખત સજા આપવામાં આવશે, ઇઝરાયલને તેની અપેક્ષા હોય કે ન હોય. હસને એમ પણ કહ્યું હતું કે જો ઇઝરાયલના સૈનિકો દક્ષિણ લેબનોનમાં ઘુસે છે તો તે તેમના માટે ઐતિહાસિક તક હશે.
- ગાઝા પર- હિઝબુલ્લાહ ચીફએ કહ્યું કે લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટથી ગાઝામાં તેની તરફથી ચાલી રહેલી મદદમાં કોઈ ફરક પડશે નહીં. હસને ફરી જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ, ગાઝામાં ઈઝરાયલ વિરુદ્ધ મદદ કરવાનું ચાલુ રાખશે.