2 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાથી જ હતી.
કેનેડા સરકારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડાની અંદરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવા ટાંક્યા નથી અને ન તો તે તેમની જાણમાં છે.
કેનેડિયન મીડિયા રિપોર્ટમાં શું હતું? કેનેડિયન મીડિયાએ સરકારી સોર્સને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાન, વિદેશ મંત્રી અને NSAને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પહેલાથી જ જાણકારી હતી.
કેનેડા સરકારના એક સૂત્રને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના અહેવાલમાં દાવો કર્યો છે કે વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ અંગે જાણકારી હતી.
ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો ભારત વતી, વિદેશ મંત્રાલયે તેને ‘કેનેડા દ્વારા કાવતરું અભિયાન’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેને ફગાવી દેવો જોઈએ. બગડતા સંબંધો વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલને ફગાવી દીધો હતો.
જયસ્વાલે કહ્યું કે આ કેનેડાનું ‘ભારતને બદનામ કરવાનું અભિયાન’ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડાના હાસ્યાસ્પદ નિવેદનોની જેમ આ આરોપોને ફગાવી દેવા જોઈએ.
અમે સમાચારને અપડેટ કરી રહ્યા છીએ…