3 કલાક પેહલા
- કૉપી લિંક
સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. દરમિયાન, એક એવો દેશ છે જ્યાં ક્રિસમસ પર પ્રતિબંધ છે. હકીકતમાં, ઉત્તર કોરિયામાં ઘણા પ્રતિબંધો વચ્ચે, ખ્રિસ્તી ધર્મ પર પણ પ્રતિબંધ છે. આ કારણોસર લોકો નાતાલની ઉજવણી કરતા નથી.
આમ છતાં અમેરિકાના કેટલાક એક્ટિવિસ્ટ દરિયાઈ માર્ગે લોકોમાં ગિફ્ટ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દરિયામાં કેટલીક ભેટો ફેંકી છે. તેમને આશા છે કે આ ભેટ જલ્દી ઉત્તર કોરિયાના દરિયાકાંઠાના શહેરો સુધી પહોંચશે.
આ માટે ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ઓપરેશન ટ્રુથના ભાગરૂપે, બાઈબલના પાના પણ બોટલોમાં ઉત્તર કોરિયાના લોકોને મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાવા માટે તેમાં ચોખા(ભાત) અને એક અમેરિકન ડોલર પણ રાખ્યો છે.
લોકોએ દરિયામાં ફેંકેલી બોટલોમાં ખાદ્યપદાર્થો છે.
અમેરિકાના વોશિંગ્ટન સ્થિત નોર્થ કોરિયન ફ્રીડમ કોએલિશન ગ્રૂપના લોકો ગિફ્ટને બોટલોમાં ભરીને દરિયામાં મોકલી રહ્યા છે. તેમને આશા છે કે તેઓ ઉત્તર કોરિયા પહોંચી જશે.
1948 પછી ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી બંધ થઈ ગઈ
ઉત્તર કોરિયાના શાસનનો વિરોધ કરનાર કાંગ જિમિને 2017માં ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ને જણાવ્યું – 1907 સુધી પ્યોંગયાંગને પવિત્ર શહેર કહેવામાં આવતું હતું. લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. કિમ ઇલ સુંગ 1948માં સત્તામાં આવ્યા હતા. તે ઈચ્છતા હતા કે ઉત્તર કોરિયાના લોકો તેને ભગવાન માને.
ઘણા ખ્રિસ્તીઓ આના વિરુદ્ધ હતા, તેથી કિમ ઇલ સુંગે ખ્રિસ્તીઓને મારવાનું શરૂ કર્યું. ઘણા ખ્રિસ્તી લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા લોકોનો નાશ કરવા માંગતા હતા. ત્યારથી દેશમાં ક્રિસમસ પર પ્રતિબંધ લાગી ગયો અને લોકોએ તેની ઉજવણી કરવાનું બંધ કરી દીધું.
બ્રિટનના રાજવી પરિવારે પણ ક્રિસમસની ઉજવણી કરી હતી
નાતાલના અવસર પર વિશ્વભરનાં ચર્ચોને શણગારવામાં આવ્યાં છે. ચીનમાં લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લોકો ક્રિસમસ ટ્રી સાથે ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા. તે જ સમયે, બ્રિટનમાં રાજવી પરિવારે પણ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરી.
તસવીરોમાં જુઓ વિશ્વભરમાં ક્રિસમસની ઉજવણી….
ચીનની રાજધાની બેઇજિંગમાં જિશિકુ કેથોલિક ચર્ચની બહાર લોકો ક્રિસમસ ટ્રી સાથે ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા.
ઇંગ્લેન્ડના નોર્ફોકમાં સેન્ડ્રિંગહામ શહેરમાં સેન્ટ મેરી મેગડાલીન ચર્ચ ખાતે કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા.
ચીનની રાજધાની બેઇજિંગમાં જિશિકુ ચર્ચની બહાર લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકો બેઇજિંગમાં જિશિકુ ચર્ચની બહાર લાઇટ અને ડેકોરેશનના ફોટા લઇ રહ્યા છે.
વેટિકન સિટીમાં ખ્રિસ્તીઓના સૌથી મહાન ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે સેન્ટ પીટર્સ બેસિલિકાની બાલ્કનીમાંથી લોકોને સંબોધિત કર્યા હતા.