રોમ9 કલાક પેહલા
- કૉપી લિંક
- 22 વર્ષીય યુવતીની હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો અને દેખાવો
ઇટાલીમાં મહિલા વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની હોવા છતાં મહિલાઓ સામેના હિંસક ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 102 મહિલાઓની હત્યા થઈ છે. તેમાંથી 82 હત્યા પરિવારો અને સંબંધોમાં થઈ છે. 53 મહિલાઓની હત્યા પાર્ટનરો દ્વારા કરાઈ.
તાજેતરમાં 22 વર્ષીય એન્જીનીયરીંગ સ્ટુડન્ટ જીયુલિયા ચેચેટીનની તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી સમગ્ર દેશમાં સરકાર સામે ગુસ્સો અને વિરોધ વધ્યો છે. 100થી વધુ નારીવાદી સંગઠનોએ મેલોની સરકાર સામે એક વર્ષ સુધી ચાલે તેવા દેખાવોની યોજના ઘડી છે.
સરકાર સમક્ષ લોકોએ ગુનેગારો વિરૂદ્ધ કઠોર કાયદો ઘડવા, મહિલાઓની સાથે હિંસા અને ભેદભાવ દૂર કરવાની માગ કરી છે. સરકાર પ્રત્યે આ જુસ્સો અને મહિલાઓ પ્રત્યે જાગૃતિ લાવવામાં જિયુલિયાના પિતા જીનો અને બહેન એલેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. શોક કરવાને બદલે તેઓએ તરત જ મહિલાઓ સામેની હિંસાનો અવાજ ઉઠાવ્યો છે.
એલેનાએ એક ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવતા કહ્યું હતું કે મહિલાઓની હત્યાને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાય છે. સરકાર મહિલાઓની રક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. જીયુલિયાની શોકસભામાં પિતા જીનોએ કહ્યું હતું કે મહિલાઓની હત્યા એ સંસ્કૃતિનું પરિણામ છે જે નારીના જીવનને મહત્વ આપતી નથી.
કાર્યસ્થળોમાં મહિલાઓની ભાગીદારી માત્ર 18%
યુરોપિયન યુનિયનના જાતિ સમાનતા સૂચકાંકમાં ઇટાલીનો સૌથી ખરાબ સ્કોર છે, જે 13મા ક્રમે છે. સરેરાશ ઇટાલિયન મહિલાઓમાં પુરૂષો કરતાં ઉચ્ચ શિક્ષણ દર છે. 60% પુરૂષોની સરખામણીમાં 65% સ્ત્રીઓ હાઈસ્કૂલ ડિપ્લોમા ધરાવે છે. તે જ સમયે 16% પુરૂષોની તુલનામાં 23% સ્ત્રીઓ યુનિવર્સિટીની ડિગ્રી ધરાવે છે. આ હોવા છતાં કાર્યસ્થળમાં મહિલાઓની ભાગીદારી માત્ર 18% છે, જે યુરોપિયન યુનિયનની સરેરાશ 36%ની અડધી છે.