4 મિનિટ પેહલા
- કૉપી લિંક
કિમની બહેને કહ્યું કે ઉત્તર કોરિયાના હથિયારો માત્ર દક્ષિણ કોરિયાને પાઠ ભણાવવા માટે છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે રશિયાને હથિયાર આપવાના અમેરિકા અને દક્ષિણ કોરિયાના દાવાને નકારી કાઢ્યા છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ ચેનલ KCNA મુજબ, કિમ યો જોંગે કહ્યું કે રશિયાને હથિયાર આપવાની વાત ખોટી અને વાહિયાત છે.
કિમ યો જોંગે કહ્યું, ‘ઉત્તર કોરિયાએ દેશની સુરક્ષા માટે હથિયાર બનાવ્યા છે, અન્ય કોઈ દેશને વેચવા માટે નહીં.’ કિમની બહેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ રશિયાની 3 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના પર ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે હથિયારોની ડીલ કરવાનો આરોપ હતો.
ખરેખરમાં, યુએન (યુનાઈટેડ નેશન્સ) એ ઉત્તર કોરિયાના શસ્ત્રો ખરીદવા અને વેચવા પર પ્રતિબંધો લાદ્યા છે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર ઉત્તર કોરિયા પાસેથી લશ્કરી ટેક્નોલોજી અને આર્થિક સહાયના બદલામાં યુક્રેન યુદ્ધ માટે આર્ટિલરી, મિસાઈલ અને અન્ય શસ્ત્રો ખરીદવાના આરોપ લગાવ્યા છે.
આ તસવીર ગયા વર્ષની છે જ્યારે તાનાશાહ કિમ રશિયાની મુલાકાતે ગયા હતા ત્યારે પુતિન તેમને રોકેટ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાતે લઈ ગયા હતા.
દાવો- ઉત્તર કોરિયાએ રશિયાને હથિયારોના 7 હજાર કન્ટેનર મોકલ્યા
દક્ષિણ કોરિયાએ માર્ચમાં દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાએ જુલાઈ 2023થી માર્ચ 2024 દરમિયાન હથિયારોથી ભરેલા 7 હજાર કન્ટેનર રશિયા મોકલ્યા હતા. તેના બદલામાં 9 હજાર રશિયન કન્ટેનર ઉત્તર કોરિયા આવ્યા હતા. તેમાં ખોરાકની અછતનો સામનો કરી રહેલ ઉત્તર કોરિયાને મદદ કરવા માટેની વસ્તુઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
વોશિંગ્ટનમાં બેઠેલા નિષ્ણાતોનો દાવો છે કે ઉત્તર કોરિયાને હથિયારો મોકલવાના બદલામાં સેટેલાઇટ ટેક્નોલોજી મળી છે. ઉત્તર કોરિયાએ હાલમાં કહ્યું હતું કે તે તેની સેના માટે 240 એમએમના રોકેટ લોન્ચર બનાવશે. જે સેનાની યુદ્ધ લડવાની ક્ષમતામાં વધારો કરશે.
યુક્રેનમાં છોડવામાં આવેલી મિસાઇલોમાંથી ખુલાસો
અમેરિકાની સાથે યુક્રેનનો પણ દાવો છે કે રશિયાએ ઉત્તર કોરિયા પાસેથી હથિયારો ખરીદ્યા છે. જાન્યુઆરીમાં રશિયાના ખાર્કિવ શહેરમાં છોડવામાં આવેલી મિસાઈલના કાટમાળથી આ વાતની પુષ્ટિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. માત્ર શસ્ત્રો જ નહીં, અમેરિકાનો દાવો છે કે રશિયાએ ઉત્તર કોરિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મર્યાદાથી વધુ રિફાઈન્ડ પેટ્રોલ આપ્યું છે.
પુતિન અને કિમ જોંગની રશિયાની મુલાકાત દરમિયાન સૈન્ય સહયોગ અંગે ચર્ચા થઈ હતી.
ઉત્તર કોરિયામાં 1990થી ખાદ્ય સંકટ વધુ ઘેરુ બન્યું
બીબીસીના અહેવાલ મુજબ 1990ના દાયકામાં ઉત્તર કોરિયામાં ખતરનાક દુકાળ પડ્યો હતો. ત્યારથી ત્યાં ખોરાકની અછત છે. ફેબ્રુઆરી 2023 માં, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ વધુ ઘેરુ બન્યું છે. પ્રતિકૂળ હવામાન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.
દક્ષિણ કોરિયાની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે વર્ષ 2022માં ઉત્તર કોરિયામાં 2021ની સરખામણીમાં 18 હજાર ટન ઓછું અનાજનું ઉત્પાદન થયું હતું.
કિમ જોંગે લોકોને ઓછું ભોજન ખાવાનો આદેશ આપ્યો હતો
2022માં ઉત્તર કોરિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનાજની અછતને પહોંચી વળવા માટે કિમ જોંગ ઉને લોકોને ઓછું ખાવાનું કહ્યું છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર, કિમ જોંગે કોરિયા વર્કર્સ પાર્ટી (WPK)ની બેઠકમાં કહ્યું હતું – હવે દેશમાં ફેક્ટરીઓ લગાવવા પર કામ કરવામાં આવશે અને લોકોનું જીવન સુધરશે. હાલમાં દેશ ‘જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ’ કરી રહ્યો છે.