4 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યો હતો. પાકિસ્તાની મીડિયા હાઉસ સમાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં થઈ હતી.
બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
અફઘાન મીડિયાએ તેને ભારતીય વિમાન ગણાવ્યું હતું
બપોરે 12.45 વાગ્યે અફઘાન મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું કે આ પ્લેન ભારતનું છે અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, અડધા કલાકમાં ફરી માહિતી આવી કે તે પેસેન્જર પ્લેન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન હોઈ શકે છે.
બદખ્શાનના માહિતી વિભાગના પ્રવક્તા ઝબીહુલ્લાહ અમીરીએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. જોકે, આ ક્રેશ અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…