ઇન્ટરનેશનલ ડેસ્ક56 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કર્યા હતા. અમેરિકાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. આના એક દિવસ પહેલા ઈરાનની સેનાએ ઓમાનની ખાડીમાંથી હોર્મુઝ પાસ થઈને ભારત આવી રહેલા એક માલવાહક જહાજને કબજે કરી લીધું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર જહાજમાં 17 ભારતીય નાગરિકો પણ હાજર છે. આ માલવાહક જહાજ લંડન સ્થિત કંપનીનું છે, જેની માલિકી ઈઝરાયલના એક અબજોપતિની છે. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જહાજમાં 20 ક્રૂ મેમ્બર હતા, જેઓ ફિલિપાઈન્સના નાગરિક છે. તેના પર પોર્ટુગલનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.

ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલા જહાજમાં 17 ભારતીય નાગરિકો હાજર છે.
ઘટના બાદ ઈઝરાયેલ આર્મીના પ્રવક્તા દાનિયાર હગારીએ કહ્યું- અમે કોઈપણ પ્રકારના હુમલા પર ચૂપ નહીં રહીએ. આનો જવાબ આપવામાં આવશે. અહીં ભારત-અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને જર્મની સહિત 6 દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ઈરાન અને ઈઝરાયલ ન જવાની સલાહ આપવામાં આવી છે.
હકીકતમાં, 1 એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.