24 મિનિટ પેહલા
- કૉપી લિંક
7 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થયેલ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે. રાફા સિવાયના તમામ ગાઝા પર ઈઝરાયલનો કબજો છે. આ દરમિયાન પેલેસ્ટિનિયન મહિલાઓના અન્ડરવેર સાથે ઇઝરાયલી સૈનિકોની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. તેના પર ઈઝરાયલનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને સૈનિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક વીડિયોમાં ગાઝામાં એક ઘરમાં ખુરશી પર બેઠેલા ઈઝરાયલનો સૈનિક હસતો જોવા મળે છે. તેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં મહિલાનું સફેદ અન્ડરવેર છે. વીડિયોમાં અન્ય એક સૈનિક પણ સોફા પર સૂતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી વધુ તસવીરો પણ વાયરલ થઈ રહી છે જેમાં સૈનિકો હાથમાં મહિલાઓના અંડરગારમેન્ટ્સ પકડેલા જોવા મળી રહ્યા છે.
તસવીરમાં સૈનિક મહિલાના આંતરવસ્ત્રો લઈને હસતો જોવા મળે છે.
સૈનિકોએ મહિલાના પૂતળા સાથે વીડિયો પણ બનાવ્યો હતો
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક સૈનિક અર્ધ-નગ્ન મહિલાનું પૂતળું પકડીને ઊભો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, “મને ગાઝામાં એક સુંદર પત્ની અને સીરિયસ રિલેશનશિપ મળી.”
આ બાબતે યુએન માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું, “આ પ્રકારની તસવીરો પોસ્ટ કરવી એ પેલેસ્ટિનિયન મહિલાઓ અને અન્ય મહિલાઓનું અપમાન છે.”
અંડરગારમેન્ટ ધારણ કરેલા સૈનિકોની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઈઝરાયલે કહ્યું- સૈનિકોની હરકતો ખોટી હતી
આ બાબતે ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું કે, “પેલેસ્ટિનિયન મહિલાના અન્ડરગાર્મેન્ટ્સ સાથે ઈઝરાયલી સૈનિકોના ફોટા અને વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. તેમની આ કાર્યવાહી યોગ્ય નથી. સૈન્ય પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.” જોકે, પ્રવક્તાએ એ સ્પષ્ટ કર્યું નથી કે સૈનિકો સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૈનિકો મહિલાઓના અન્ડરગારમેન્ટ સાથે મજાક કરતા જોવા મળે છે.
મહિલા પુતળાની છાતિ પર હાથ રાખતો સૈનિક
એક ફોટોમાં એક સૈનિક મહિલા પૂતળાની છાતી પર હાથ મૂકતો જોવા મળ્યો હતો. આ પૂતળા પર કપડાં નહોતા. એક ફોટોમાં અન્ય એક સૈનિક તેના ખભા પર અર્ધ-નગ્ન પુતળું ઉપાડીને હસતો જોવા મળ્યો હતો.
અન્ય એક તસવીરમાં એક સૈનિક બેડની સામે ઊભો હતો અને અંગૂઠાનો ઈશારો કરતો જોવા મળ્યો હતો. પલંગ પર મહિલાઓના અન્ડરવેરના પેકેટ પડેલા જોવા મળ્યા હતા. આ કેસ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા છે.