34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુરુવાર, 2 મેના રોજ કિર્ગિસ્તાનના જર્ગ-તાલ ગામમાં એક અનિયંત્રિત આઈસ્ક્રીમ ટ્રકે ઘણા લોકોને કચડી નાખ્યા. એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
અહેવાલો અનુસાર આ ઘટનામાં 29 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે, જેમાંથી 4ને ફ્રેક્ચર બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે.
આ અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
અકસ્માતની તસવીરો..
પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ આ કેસની તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીઓ ટ્રકની સામેની બાજુએ બેઠા હતા, જેના કારણે તેમને ટ્રકથી બચવાનો સમય મળ્યો ન હતો.
પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ટ્રાફિક સુરક્ષા ભંગનો ગુનો નોંધ્યો છે.
વિદ્યાર્થીઓને ભાગવાનો સમય ન મળ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, મધ્ય કિર્ગિસ્તાનના જર્ગ-તાલ ગામમાં 19મી સદીની કિર્ગીઝ કવિતા માનસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ દરમિયાન એક અનિયંત્રિત આઈસ્ક્રીમ ટ્રક ઢાળ પરથી નીચે ઉતરી બાળકોના ટોળામાં ઘૂસી ગયો હતો.
વિરુદ્ધ દિશામાં હોવાના કારણે બાળકો ટ્રકને જોઈ શક્યા ન હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા.
ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હતો
પોલીસે ઘટનાસ્થળે જ આરોપી ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, ડ્રાઈવરે પોલીસને કહ્યું છે કે તે કારમાંથી બહાર નીકળ્યા પછી ફોન પર વાત કરી રહ્યો હતો, જ્યારે ટ્રક આગળ વધી. પોલીસનું માનવું છે કે ડ્રાઈવર હેન્ડ બ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો.
જો કે અધિકારીઓએ આરોપી ટ્રક ચાલક સામે ટ્રાફિક સુરક્ષા ભંગનો કેસ નોંધ્યો છે. કિર્ગિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે પ્રાથમિક માહિતી અનુસાર એક ટ્રકમાંથી આઈસ્ક્રીમ વેચવામાં આવી રહ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રી અલીમકાદિર બેશેનાલીવ પોતે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર અંગે માહિતી લઈ રહ્યા છે. તેમણે ડૉક્ટરોને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો આદેશ આપ્યો છે.