4 કલાક પેહલા
- કૉપી લિંક
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મોડીરાતે (17મે)ના રોજ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી છે. સ્થાનિક લોકો એ હોસ્ટેલમાં ઘૂસી ગયા, જ્યાં ભારતીય, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓને બહાર જવાની ના પાડી દીધી છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ આખા મામલા પર નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે 24*7 ઇમર્જન્સી નંબર 0555710041 જાહેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિશ્કેકમાં 13મેના રોજ ઇજિપ્ત અને કિર્ગિઝ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો.
એ પછી સ્થાનિક કિર્ગિઝ વિદ્યાર્થીઓએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા. જોકે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા જાય છે.
વિદ્યાર્થીઓ સાથે મારપીટની તસવીર…

બિશ્કેકમાં સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓના હોસ્ટેલમાં જઈને મારપીટ કરી.

આ હિંસામાં મોટા ભાગના પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

17 મેની રાતે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા.

સ્થાનિક લોકોએ મોડીરાતે વિદ્યાર્થીઓને શોધી-શોધીને માર માર્યો.

કિર્ગિસ્તાનની સરકારે બિશ્કેકના મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે.
જયશંકરે કરેલું ટ્વીટ
પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે હુમલા પર ચિંતા વ્યક્ત કરી
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે વિદ્યાર્થીઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાનના રાજદૂતને વિદ્યાર્થીઓને જરૂરી મદદ આપવાનું જણાવવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં પાકિસ્તાની દૂતાવાસે પણ વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હિંસામાં અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓનાં મોત થયાં છે અને અનેક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જોકે દૂતાવાસે આ દાવાને અફવા ગણાવી છે.
કિર્ગિસ્તાનમાં લગભગ 12 હજાર પાકિસ્તાની અને 15 હજાર ભારતીય વિદ્યાર્થી વિવિધ કોર્સ કરી રહ્યા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સરકાર પાસે માગ કરી છે કે તેમને તેમના દેશ મોકલવામાં આવે.