3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ ઉડાવી દીધો છે. એએફપીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલની સેનાએ બુધવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. તેની સાથે વધુ બે લોકો માર્યા ગયા છે.
લેબનનના વિદેશ પ્રધાન અબ્દુલ્લા હબીબે CNNને જણાવ્યું હતું કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ 21 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું કે લેબનનની સંસદના સ્પીકર નબીહ બેરીએ હિઝબુલ્લાના વડા સાથે વાત કરી છે. આ પછી બેરીએ અમેરિકા અને ફ્રાન્સને કહ્યું કે હિઝબુલ્લાહ યુદ્ધ રોકવા માટે તૈયાર છે.
હબીબે કહ્યું કે યુએસ-ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું હતું કે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ પણ સીઝફાયર માટે તૈયાર છે. આ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકન અધિકારીઓ યુદ્ધવિરામની વાટાઘાટો કરવા લેબનન જશે. પરંતુ આ પછી શું થયું તે તમે બધા જાણે છો.
25 સપ્ટેમ્બરે UNની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સીઝફાયરની માંગ કરી હતી. પરંતુ ઇઝરાયલે આ વાતનો ઈન્કાર કર્યો હતો. બે દિવસ પછી, નસરાલ્લાહ દક્ષિણ બૈરુતના એક શહેરમાં હવાઈ હુમલામાં માર્યો ગયો.
ઇઝરાયલે 2006 પછી પહેલીવાર બૈરૂત પર મોડી રાત્રે મિસાઈલ હુમલો કર્યો છે. આમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો એક મેડિકલ સર્વિસ સેન્ટર પર કરવામાં આવ્યો હતો. તેમજ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે આ હિઝબુલ્લા સાથે સંકળાયેલ ઇસ્લામિક હેલ્થ ઓથોરિટીનું કાર્યાલય છે.
બૈરૂત પર ઇઝરાયલના મિસાઈલ હુમલાને લગતી તસવીરો…
હસન નસરાલ્લાહ તેના જમાઈ જાફર અલ-કાસીર સાથે.
લાઈવ અપડેટ્સ
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બૈરૂત પર ઇઝરાયલના મિસાઈલ હુમલાની તસવીરો…
ઇઝરાયલે બુધવારે મોડી રાત્રે લેબનનની રાજધાની બૈરૂત પર મિસાઇલ હુમલો કર્યો હતો.
બૈરૂતમાં ઇઝરાયલના મિસાઈલ હુમલા બાદ ધુમાડામા ગોટેગોટા દેખાય છે.
ઈઝરાયેલના હુમલામાં બૈરૂતમાં એક એપાર્ટમેન્ટ ધ્વસ્ત થઈ ગયું હતું.
23 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબનને કહ્યું- હિઝબુલ્લાના વડા યુદ્ધવિરામ માટે માની ગયા હતા
લેબનીઝ વિદેશ પ્રધાન અબ્દુલ્લા હબીબે સીએનએનને જણાવ્યું હતું કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ 21 દિવસના સીઝફાયર માટે માની ગયા હતા. વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું કે લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીએ હિઝબુલ્લાના વડા સાથે વાત કરી હતી. આ પછી બેરીએ અમેરિકા અને ફ્રાન્સને કહ્યું કે હિઝબુલ્લાહ યુદ્ધ રોકવા માટે તૈયાર છે.
હબીબે કહ્યું-
યુએસ-ફ્રેન્ચ અધિકારીઓએ અમને કહ્યું હતું કે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ પણ સીઝફાયર માટે તૈયાર છે. આ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકન અધિકારીઓ યુદ્ધવિરામની વાટાઘાટો કરવા લેબનન જશે. પરંતુ આ પછી શું થયું તે બધા જાણો છો.
25 સપ્ટેમ્બરે યુએનની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સીઝફાયરની માંગ કરી હતી. પરંતુ ઇઝરાયલે આ વાતનો ઈન્કાર કર્યો હતો. બે દિવસ પછી, નસરાલ્લાહ દક્ષિણ બૈરુતના શહેરમાં હવાઈ હુમલામાં માર્યો ગયો.
59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીને UNSCને યુદ્ધ રોકવાની માંગ કરી હતી
સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી પ્રતિનિધિ ફૂ કાંગે સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયલ-લેબનન યુદ્ધને રોકવાની માંગ કરી છે. ફ્રાન્સ-24 અનુસાર ફુએ કહ્યું કે વિશ્વમાં શાંતિ જાળવવાની જવાબદારી UNSCની છે. તેમણે કહ્યું કે તમામ પક્ષોએ રાજકીય અને રાજદ્વારી ઉકેલનો માર્ગ અપનાવવો જોઈએ.
04:47 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ઇઝરાયલે દાવો કર્યો- હિઝબુલ્લાહના 50% હથિયારોને નષ્ટ કર્યા
ઇઝરાયલના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લેબનનમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં સેનાએ હિઝબુલ્લાહના 50% હથિયારોને નષ્ટ કરી દીધા છે. આમાં બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલો તેમજ હજારો રોકેટ સામેલ છે.
04:46 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
UN ચીફે કહ્યું- મિડલ ઈસ્ટમાં યુદ્ધ રોકવું જરૂરી છે, નહીં તો વિનાશ થશે
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો કરવો જરૂરી છે. તેમણે સુરક્ષા પરિષદને કહ્યું કે ત્યાંના નાગરિકો આની ભારે કિંમત ચૂકવી રહ્યા છે. ગુટેરેસે કહ્યું કે લેબનનમાં યુદ્ધને સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી છે નહીં તો તેની વિનાશક અસર થશે.
આ પહેલા ઇઝરાયલે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસને દેશમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રીએ કહ્યું કે યુએન ચીફે ઈરાનના હુમલાની નિંદા કરી નથી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
04:21 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
લેબનનમાં 4 દિવસમાં 299 લોકોના મોત થયા છે
લેબનનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલના હુમલામાં 46 લોકોના મોત થયા છે. તેમજ, 85 ઘાયલ છે. લેબનનમાં ઇઝરાયલના હુમલામાં મંગળવારે 55, સોમવારે 95 અને રવિવારે 105 લોકોના મોત થયા હતા.
04:17 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
લેબનનમાં ઇઝરાયલના હુમલામાં અમેરિકન નાગરિકનું મોત
લેબનનમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં એક અમેરિકન નાગરિકનું મોત થયું છે. 56 વર્ષીય કામલ અહેમદ જવાદ મિશિગનનો રહેવાસી હતો. તે તેની વૃદ્ધ માતાની સંભાળ લેવા માટે લેબનનમાં રહેતો હતો. યુએસ પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રવક્તાએ કામેલ અહેમદ જવાદના મૃત્યુની પુષ્ટિ કરી છે અને તેના પર શોક વ્યક્ત કર્યો છે.
04:13 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ઈરાનના રાષ્ટ્રપતિ કતાર પહોંચ્યા, ઇઝરાયલને ચેતવણી આપી
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાન બુધવારે કતાર પહોંચ્યા હતા. કતાર અમેરિકા અને ઈરાન બંનેનો સાથી છે. કતાર પહોંચ્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને યુરોપિયન દેશોએ ઇઝરાયલને સમજાવવું જોઈએ કે મિડલ ઈસ્ટમાં સંકટ ઉભુ ન કરે. પઝશિકયાને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે.
04:11 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે G7 બેઠક – ઈરાનની નિંદા
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને વિકસિત દેશોના G7 જૂથે બુધવારે ઈમરજન્સી બેઠક યોજી હતી. આ બેઠક વર્તમાન અધ્યક્ષ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા બોલાવવામાં આવી હતી. બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને G7 દેશોના નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલાની નિંદા કરી હતી. ઈરાન સામે નવા પ્રતિબંધો અંગે પણ ચર્ચા થઈ હતી.
04:09 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ઇઝરાયલે પણ સીરિયા પર હુમલો કર્યો, 3 માર્યા ગયા
ઇઝરાયલ એક સાથે 5 મોરચે લડી રહ્યું છે. તેના દળો લેબનનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ, ઈરાન અને યમનમાં હુથી બળવાખોરો સામે લડી રહ્યા છે. ઇઝરાયલે બુધવારે સીરિયામાં પણ હુમલો કર્યો હતો, જેમાં 3 લોકો માર્યા ગયા હતા. બુધવારે ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 8 લોકોના મોત થયા હતા.
04:07 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
બાઈડને કહ્યું- ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો ન કરવો જોઈએ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે તેઓ ઈરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયલના હુમલાનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું કે ઈઝરાયલને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ તેણે આવું ન કરવું જોઈએ. આ સિવાય બાઈડને ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાની પણ વાત કરી છે.
04:03 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ફ્રાન્સે નાગરિકોને ઈરાન છોડવા કહ્યું
ઈરાનમાં ફ્રેન્ચ દૂતાવાસે તેના નાગરિકોને ઈરાન છોડવા કહ્યું છે. દૂતાવાસે કહ્યું છે કે ફ્લાઈટ્સ શરૂ થતાં જ નાગરિકોએ ઈરાન છોડી દેવું જોઈએ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આ એલર્ટ આપવામાં આવ્યું છે.
04:01 AM3 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
ઇઝરાયલના 8 સૈનિકો માર્યા ગયા
ઇઝરાયલના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે 35 ઘાયલ થયા છે.
દક્ષિણ લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. બીબીસીના જણાવ્યા અનુસાર, બુધવારે ઇઝરાયલની સેના લેબનનની અંદર 2 કિમી દૂર મેરૂન અલ-રાસ ગામમાં પહોંચી હતી. આ દરમિયાન ઇઝરાયલના સૈનિકોએ હિઝબુલ્લાહ લડવૈયાઓ સાથે પણ એન્કાઉન્ટર કર્યું હતું. સામ-સામે લડાઈમાં અત્યાર સુધીમાં ઇઝરાયલના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે 35 ઘાયલ થયા છે.