2 કલાક પેહલા
- કૉપી લિંક
2024ની શરૂઆત સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવી. લંડનમાં આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. થેમ્સ નદી પાસે લાખો લોકો એકઠા થયા હતા. 12 હજારથી વધુ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અહીં 600 ડ્રોન અને 430 લાઇટનો ઉપયોગ કરીને એક શો યોજાયો હતો. લોકોએ સંગીત પર ડાન્સ કરીને ઉજવણી કરી.
તે જ સમયે જાપાનમાં પરંપરા અનુસાર નવા વર્ષ પર બૌદ્ધ મંદિરોમાં ઘંટ વગાડવામાં આવે છે. આ માટે ટોકિયોમાં સુકીજી મંદિરની બહાર હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન લોકોને ગરમ દૂધ અને સૂપ આપવામાં આવ્યો હતો. લોકો પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. અમેરિકા, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, જાપાન, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, જર્મની, ઇટાલી, બ્રિટન, બ્રાઝિલમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

થેમ્સ નદીની નજીક નવા વર્ષે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

ટોકિયોમાં જોજોજી બૌદ્ધ મંદિરની બહાર પ્રાર્થના કરતો એક માણસ.

જાપાનના હિરોશિમામાં એક મંદિરમાં મોટી મશાલ લઈ જતા લોકો. નવા વર્ષમાં તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
ચીનમાં સ્થિર તળાવ પર ઉજવણી
ચીનમાં લોકોએ થીજી ગયેલા તળાવ પર નવું વર્ષ ઊજવ્યું. બેઈજિંગમાં શિચહાઈ તળાવ ઠંડીના કારણે થીજી ગયું છે, અહીંનું તાપમાન શૂન્ય ડિગ્રીથી માઈનસ 2 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે.
ચીનમાં નવા વર્ષની ઉજવણી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાના કારણે લોકોએ અલગ રીતે ઉજવણી કરી. લોકો થીજી ગયેલા તળાવ પર સ્કેટિંગ અને સ્કીઇંગ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકો રંગબેરંગી કપડાં પહેરીને શેરીઓમાં ડાન્સ કરતા હતા. આકાશમાં ફાનસ પણ છોડ્યાં.

ચીનની રાજધાની બેઇજિંગમાં થીજી ગયેલા શિચહાઈ તળાવ પર લોકોનું સેલિબ્રેશન.

બેઇજિંગના શૌફેંગ પાર્કમાં પણ લોકો એકઠા થયા હતા. અહીં વાયોલિનની ધૂન સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
પેરિસમાં લાઇટ શો
પેરિસે આર્ક ડી ટ્રાયમ્ફ પર ફટાકડા ફોડીને 2024નું સ્વાગત કર્યું. અહીં લાઇટ શો યોજાયો હતો. તે પેરિસનો ઇતિહાસ દર્શાવે છે. આ જોવા માટે લાખો લોકો એકઠા થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેરિસમાં 90 હજાર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.

પેરિસે આર્ક ડી ટ્રાયમ્ફ પર ફટાકડા ફોડીને 2024નું સ્વાગત કર્યું.
વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીની તસવીરો…

ફિલિપાઈન્સના મેટ્રો મનીલાના મકાતીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રોકવેલ સેન્ટર પર આતશબાજી.

હોંગકોંગમાં ‘ન્યૂ યર ન્યૂ લિજેન્ડ’ થીમ પર 12 મિનિટની આતશબાજીનો કાર્યક્રમ યોજાયો. અહીંની તમામ હાઈરાઈઝ ઈમારતો પર એકસાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવા વર્ષની ઉજવણી દરમિયાન ઓકલેન્ડનું સ્કાય ટાવર રંગબેરંગી આતશબાજીથી ઝળહળી ઊઠ્યું.

ઓકલેન્ડના સ્કાય ટાવર પાસે લોકોની ભીડ જોવા મળી.
31મી ડિસેમ્બરે રાત્રે ઘડિયાળમાં 12 વાગતા જ આખી દુનિયા નવા વર્ષનું સ્વાગત કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 1લી જાન્યુઆરીથી વર્ષની શરૂઆત શા માટે થાય છે? તેનું કારણ રોમન સામ્રાજ્યના સરમુખત્યાર જુલિયસ સીઝરને માનવામાં આવે છે.
ભ્રષ્ટ નેતાઓને પાઠ ભણાવવા માટે સીઝરે 2066 વર્ષ પહેલાં કેલેન્ડરમાં ફેરફાર કર્યા હતા. આ પછી આખી દુનિયાએ 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઊજવવાનું શરૂ કર્યું.
આખરે એવું તો શું થયું કે સીઝરને કેલેન્ડર બદલવું પડ્યું, નવું વર્ષ સૌ પ્રથમ ક્યારે ઊજવવામાં આવ્યું, જાપાનમાં નવા વર્ષ પર 108 વાર ઘંટ કેમ વાગે છે… જાણો નવા વર્ષ સાથે જોડાયેલી રસપ્રદ પરંપરાઓ વિશે…
સૌ પ્રથમ તો જાણી લો કે નવું વર્ષ પહેલીવાર ક્યારે ઊજવવામાં આવ્યું?


વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવાની વિચિત્ર પરંપરા…






આખરે 1 જાન્યુઆરીએ જ નવું વર્ષ શા માટે ઊજવવામાં આવે છે?
2637 વર્ષ પહેલાં એટલે કે 673 ઈસા પૂર્વનો સમય હતો. રોમમાં નુમા પોંપિલુસ નામનો રાજા હતો. પોંપિલુસે તેના શાસન દરમિયાન રોમન કેલેન્ડરમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. પોંપિલુસે માર્ચને બદલે જાન્યુઆરીમાં નવું વર્ષ ઊજવવાનું નક્કી કર્યું. અગાઉ રોમમાં નવું વર્ષ ઊજવવામાં આવતું હતું, પરંતુ તે 25 માર્ચથી શરૂ થયું હતું.
નુમા પોંપિલુસે તર્ક હતો કે જાન્યુઆરી મહિનાનું નામ નવી શરૂઆતના રોમન દેવ જાનૂસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તે જ સમયે માર્ચ મહિનાનું નામ રોમમાં યુદ્ધોના દેવ માર્સના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે નવું વર્ષ પણ માર્ચને બદલે જાન્યુઆરીમાં શરૂ થવું જોઈએ.
નુમા પોંપિલુસ દ્વારા જાહેર કરાયેલ કેલેન્ડરમાં વર્ષમાં 310 દિવસ અને માત્ર 10 મહિના હતા. તે સમયે અઠવાડિયામાં 8 દિવસ હતા. જોકે નવું વર્ષ 2175 વર્ષ પહેલાં એટલે કે 153 ઈસા પૂર્વ સુધી જાન્યુઆરીમાં ઊજવવામાં આવતું હતું, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી.
607માં નુમા પોંપિલુસે રોમમાં રાજાશાહીને ઉથલાવી દીધી. આ પછી સામ્રાજ્ય ચલાવવાની સંપૂર્ણ જવાબદારી રોમન રિપબ્લિક પર આવી. થોડાં વર્ષો સત્તામાં રહ્યા પછી પ્રજાસત્તાકના નેતાઓ ભ્રષ્ટ થવા લાગ્યા. રોમન સામ્રાજ્યમાં ઊથલપાથલનો લાભ લઈને, રોમન આર્મી જનરલ જુલિયસ સીઝરે સમગ્ર કમાન્ડ પોતાના હાથમાં લઈ લીધી.
આ પછી તેમણે નેતાઓને પાઠ ભણાવવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, પ્રજાસત્તાકના નેતાઓએ લાંબા સમય સુધી સત્તામાં રહેવા અને ચૂંટણીમાં રસાકસી કરવા માટે કેલેન્ડરમાં તેમની ઈચ્છા મુજબ ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાની ઈચ્છા મુજબ કેલેન્ડરમાં દિવસો ક્યારેક વધારતો તો ક્યારેક ઘટાડતો.
આનો ઉકેલ શોધવા જુલિયસ સીઝરે કેલેન્ડર બદલ્યું. લગભગ 2066 વર્ષ પહેલાં, 46 ઈસા પૂર્વે રોમન સામ્રાજ્યના સરમુખત્યાર જુલિયસ સીઝરે એક નવું કેલેન્ડર બહાર પાડ્યું હતું.
જુલિયસને ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું કે પૃથ્વીને સૂર્યનું 1 ચક્કર લગાવતાં 365 દિવસ અને 6 કલાક લાગે છે, એથી જુલિયસે રોમન કેલેન્ડરને 310 દિવસના બદલે 365 દિવસનું કર્યું. આ પછી સીઝરે રોમન કેલેન્ડર 310 દિવસથી વધારીને 365 દિવસ કર્યું. ઉપરાંત, સીઝરે ફેબ્રુઆરી મહિનાને 29 દિવસનો બનાવવાનું નક્કી કર્યું, જેથી દર 4 વર્ષે એક દિવસનો વધારો એડજસ્ટ કરી શકાય.
45 ઈ.સ. પૂર્વની શરૂઆત 1 જાન્યુઆરીથી થઈ. 44 ઈ.સ. પૂર્વમાં જુલિયસની હત્યા થઈ. તેમના સન્માનમાં વર્ષના સાતમા મહિનાનું નામ જુલાઈ રાખવામાં આવ્યું. પહેલાં જુલાઈનું નામ ક્વિટિલિસ હતું. રોમન સામ્રાજ્ય જ્યાં સુધી ફેલાયેલું હતું, ત્યાં નવું વર્ષ 1 જાન્યુઆરીથી ઊજવવામાં આવ્યું. આ કેલેન્ડરને જુલિયન કેલેન્ડર નામ આપવામાં આવ્યું.

જુલિયસ સીઝરની હત્યા 44 ઈ.સ. પૂર્વ 15 માર્ચે થઈ હતી.
એ પછી નવું એક કેલેન્ડર આવ્યું
પછી ફરીથી ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે જુલિયન કેલેન્ડરમાં જે ગણતરી કરવામાં આવી હતી એમાં ભૂલ હતી. જુલિયન કેલેન્ડર પ્રમાણે, એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હતું, પરંતુ ગણતરીમાં ખબર પડી કે એક વર્ષ 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડનું હોય છે. એનાથી દર 400 વર્ષે સમય 3 દિવસ પાછળ થઈ રહ્યો હતો. તેવામાં 16મી સદી આવતાં-આવતાં સમય 10 દિવસ પાછળ હતો.
1580ના દાયકામાં રોમન ચર્ચના પોપ ગ્રેગોરી 13માએ એના પર કામ શરૂ કર્યું. તેમણે 10 દિવસને એડજસ્ટ કરવા માટે 1582ના કેલેન્ડરમાં 10 દિવસ વધારી દીધા. 1582માં 5 ઓક્ટોબર બાદ સીધી 15 ઓક્ટોબરની તારીખ રાખવામાં આવી. આ કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર રાખવામાં આવ્યું. તેમાં પણ નવું વર્ષ 1 જાન્યુઆરીથી જ શરૂ થતું હતું.

આ ચિત્ર સેન્ટ ગ્રેગોરિયનનું છે, જેનું કેલેન્ડર આજે આખી દુનિયામાં વપરાય છે.
ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવવામાં પણ સમય લાગ્યો
બ્રિટનના પોપે ગ્રેગોરિયન કેલેન્ડરનો સ્વીકાર કરવાની ના પાડી દીધી. ગ્રેગોરિયન કેલેન્ડરને સૌથી પહેલા 1582માં ઈટાલી, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં અપનાવવામાં આવ્યું. 1583માં જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, હોલેન્ડ, પોલેન્ડે 1586માં અને 1587માં હંગેરીએ અપનાવ્યું. ચીને 1912, રશિયાએ 1917 અને જાપાને 1972માં આ કેલેન્ડરને અપનાવ્યું.
1752 સુધી બ્રિટનમાં 25 માર્ચથી નવા વર્ષની શરૂઆત થતી હતી. 1752માં ઈંગ્લેન્ડની સંસદમાં આ વાત પર સંમતિ થઈ કે બ્રિટનને પણ નવા વર્ષની શરૂઆતની બાબતમાં બીજા યુરોપિયન દેશોની સાથે ચાલવું પડશે. ત્યાર બાદ બ્રિટને પણ આ કેલેન્ડરને અપનાવ્યું, કેમ કે 1752માં ભારત પર બ્રિટનનું શાસન હતું, તેથી ભારતે પણ આ કેલેન્ડરને 1752માં અપનાવ્યું.
ગ્રાફિક્સ – કુણાલ શર્મા
સંદર્ભ લિંક્સ
https://time.com/6550868/new-years-traditions-around-the-world/
https://time.com/6550127/new-year-celebration-january-calendar-date-history/
https://learnenglish.britishcouncil.org/general-english/magazine-zone/new-year-celebrations