વોશિંગ્ટન ડીસી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયામાં શનિવારે સવારે એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. જેમાં બે ડોક્ટર, બે પાયલટ, એક દર્દી અને એક પરિવારના સભ્યનો સમાવેશ થાય છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, Learjet 55 નામના આ વિમાને ઉત્તર-પૂર્વ ફિલાડેલ્ફિયા એરપોર્ટ પરથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડ પછી, તે 6.4 કિલોમીટર (4 માઇલ) ના અંતરે ક્રેશ થયું.
એએફપીએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે પ્લેન રહેણાંક વિસ્તારના મકાનોની ટોચ પર પડ્યું હતું, જેના કારણે આ વિસ્તારની ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. રોયટર્સ અનુસાર, આ પ્લેન બે લોકો સાથે ઉડી રહ્યું હતું અને તે એક શોપિંગ મોલ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું.
ઘટનાની 5 તસવીરો…
પ્લેન ક્રેશનો એરિયલ વ્યૂ અમેરિકી પોલિટિશિયન ડેરિક ઇવાન્સના X પોસ્ટથી લેવામાં આવ્યો છે.
આ વીડિયો ઘરની બહાર લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આમાં વિમાન ઘર પર પડતું જોવા મળે છે. જે બાદ જોરદાર વિસ્ફોટ થાય છે.
ઘટનાસ્થળની તસવીરોમાં રહેણાંક મકાનોમાં આગ લાગી.
ઘટના સ્થળની તસ્વીર. પ્લેન ક્રેશને કારણે અહીં ઘણી કારમાં પણ આગ લાગી હતી.
ફર્સ્ટ રિસ્પોન્ડર્સે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્લેન ટેકઓફની માત્ર 30 સેકન્ડમાં જ ક્રેશ થયું હતું
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, Learjet 55 નામનું પ્લેન, નોર્થ-ઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટ પરથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી અને 30 સેકન્ડ પછી માત્ર 6.4 કિલોમીટર (4 માઈલ) દૂર ક્રેશ થયું. આ એરપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે કોમર્શિયલ જેટ અને ચાર્ટર ફ્લાઇટ માટે થાય છે.
આ અકસ્માત પેન્સિલવેનિયા શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ત્રણ માળના શોપિંગ સેન્ટર રૂઝવેલ્ટ મોલ પાસે થયો હતો. જે જગ્યાએ પ્લેન પડ્યું ત્યાં ઘણા ઘરો અને દુકાનો છે. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન ખૂબ જ ઝડપથી નીચે આવ્યું અને ટક્કર બાદ મોટો વિસ્ફોટ થયો.
FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અકસ્માતની તપાસ કરી રહ્યા છે.
બુધવારે વિમાન દુર્ઘટનામાંથી 40 મૃતદેહ મળી આવ્યા હતા
વોશિંગ્ટન ડીસીમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે. દુર્ઘટના બાદ અમેરિકન એરલાઈન્સનું વિમાન પોટોમેક નદીમાં ત્રણ ટુકડાઓમાં પડેલું જોવા મળ્યું હતું. પ્લેન અને હેલિકોપ્ટર બંનેના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR અથવા બ્લેક બોક્સ) મળી આવ્યા છે.
વોશિંગ્ટન ફાયર વિભાગના ચીફ જોન ડોનેલીએ જણાવ્યું હતું કે પાણીમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. પાણી એકદમ ઊંડું અને કાદવવાળું છે. જેના કારણે ડાઇવર્સને ડાઇવિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. બચાવમાં ઘણા દિવસો લાગી શકે છે.
આ ઘટના રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માત યુએસ એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને આર્મીના બ્લેક હોક (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. અમેરિકન એરલાઈન્સનું જેટ કેન્સાસ રાજ્યથી વોશિંગ્ટન આવી રહ્યું હતું.
ભારતીય મૂળની મહિલા પણ અકસ્માતનો ભોગ બની માર્યા ગયેલા લોકોમાં ભારતીય મૂળના અસરા હુસૈન રઝા (26 વર્ષ) પણ સામેલ છે. અસરાએ વર્ષ 2023માં તેની કોલેજ પ્રેમિકા હમાઝ રઝા સાથે લગ્ન કર્યા હતા. તેના સસરાના જણાવ્યા પ્રમાણે રઝા વોશિંગ્ટનમાં કન્સલ્ટન્ટ હતા જેઓ હોસ્પિટલમાં ટર્નઅરાઉન્ડ પ્રોજેક્ટ પર કામ કરવા માટે મહિનામાં બે વાર વિચિતા જતી હતી.
વિમાન દુર્ઘટના બાદ અસરા રઝાના પતિ હમદ રઝાએ જણાવ્યું કે તેમની પત્ની સાથે છેલ્લી વાતચીત શું હતી. તેમની પત્નીએ તેમને મેસેજ કર્યો હતો કે હું માત્ર 20 મિનિટમાં લેન્ડ કરીશ. તેની પત્નીનો મેસેજ મળ્યા બાદ હમદ રઝા તેને એરપોર્ટ પર લેવા આવ્યો હતો.
અસરા હુસૈન રઝાનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.
કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે એરપોર્ટના કિનારે લગાવવામાં આવેલી તમામ ફ્લડ લાઈટો ચાલુ કરી દેવામાં આવી છે.