પેરિસ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફ્રી તિબેટના પોસ્ટરો દેખાડવામાં આવ્યા.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની ફ્રાંસની મુલાકાતે છે. દરમિયાન સોમવારે પેરિસમાં તિબેટીયનોએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તિબેટની આઝાદીની માગણી કરતા વિરોધીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલાને ‘ફ્રી તિબેટ’ના ધ્વજ બતાવ્યા. આ ઉપરાંત ઉઇગુર મુસ્લિમ સમુદાયે પણ જિનપિંગ પર માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને તેમની ફ્રાંસ મુલાકાતનો વિરોધ કર્યો હતો.
હકીકતમાં, 23 મે 1951ના રોજ ચીને તિબેટ પર બળજબરીથી કબજો જમાવ્યો હતો. ત્યારથી તિબેટના લોકો સતત અલગ અલગ પ્લેટફોર્મ પરથી તેનો વિરોધ કરી રહ્યા છે. જિનપિંગ 2019 પછી પ્રથમ વખત યુરોપની મુલાકાતે છે. આ મુલાકાતના વિરોધમાં સ્ટુડન્ટ્સ ફોર અ ફ્રી તિબેટ (SFT) નામની સંસ્થાએ ચીન વિરુદ્ધ બેનર અને ઝંડા ફરકાવ્યા હતા. આ પછી પોલીસે બે કાર્યકરોની અટકાયત કરી હતી.
ફ્રાન્સમાં ઘણી જગ્યાએ લોકોએ ફ્રી તિબેટના પોસ્ટરો લગાવ્યા છે.
ફ્રાન્સના નેતાઓ જિનપિંગનો વિરોધ કરશે
હ્યુમન રાઇટ્સ વોચ (HRW) એ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને જિનપિંગ સાથે ઉઇગુર, તિબેટીયન અને હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને અધિકારોનો મુદ્દો ઉઠાવવાની માગ કરી છે. તેમજ તે લોકોને જેલમાંથી મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે, જેઓ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે વર્ષોથી ચીનની જેલમાં બંધ છે.
લગભગ બે હજાર લોકોએ પેરિસમાં જિનપિંગ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તિબેટીયન લોકોએ મેક્રોનને કહ્યું કે તેમણે ચીનની બોર્ડિંગ સ્કૂલોમાં તિબેટીયન બાળકોના જુલમ અંગે જિનપિંગને જવાબ આપવા માટે કહેવું જોઇએ. તે જ સમયે, ઘણા ફ્રેન્ચ નેતાઓ યુક્રેન યુદ્ધમાં રશિયાને સમર્થન આપવા બદલ જિનપિંગનો વિરોધ કરશે.
ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિયલ અટાલ (ડાબે) જિનપિંગનું પેરિસ એરપોર્ટ પર સ્વાગત કર્યું.
ફ્રાન્સ અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ
જિનપિંગ ફ્રાન્સ અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ તેઓ હંગેરી અને સર્બિયાની પણ મુલાકાત લેશે. ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિયલ અટાલે રવિવારે (5 મે) પેરિસ એરપોર્ટ પર જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું.
જિનપિંગ આજે એલસી પેલેસ ખાતે યુરોપિયન કમિશનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેન અને મેક્રોન સાથે રાજ્ય ભોજ કરશે. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની વાત થશે. જો કે, જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે ચીન યુદ્ધમાં કોઈ એક પક્ષનું સમર્થન કરતું નથી.