રિયો ડી જાનેરો5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ G20 સમિટની સફળ સમાપન બાદ PM મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને તેની અધ્યક્ષતા સોંપી હતી.
સ્થળ – બાલી, ઇન્ડોનેશિયા
ઈવેન્ટ – G20 બેઠક
તારીખ – 16 નવેમ્બર 2022
આ દિવસે ઇન્ડોનેશિયાની યજમાનીમાં G20 સમિટનો છેલ્લો દિવસ હતો. સંયુક્ત મેનિફેસ્ટો જાહેર કરવાનો હતો, પરંતુ તે પછી યુક્રેન યુદ્ધ મામલે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ સર્જાયો હતો. 15 રાઉન્ડની વાટાઘાટો પછી પણ મેનિફેસ્ટો જાહેર કરવા પર કોઈ સહમતિ સધાઈ શકી નહોતી.
સમિટનો મેનિફેસ્ટો જાહેર થાય તે પહેલા જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ નીકળી ગયા હતા. આ પછી, પશ્ચિમી દેશોએ તેમની ઇચ્છા મુજબ બાલી મેનિફેસ્ટો જાહેર કર્યો. પહેલીવાર તમામ રાષ્ટ્રાધ્યક્ષોનો ફોટો એકસાથે લઈ શકાયો નહોતો.
ગયા વર્ષે પણ ભારતે આ જ પડકારનો સામનો કર્યો હતો. પરંતુ મેનિફેસ્ટોમાં ભારતને તમામ દેશોની 100% સંમતિ મળી છે. નવી દિલ્હીની મેનિફેસ્ટોમાં યુક્રેન પર રશિયન આક્રમણનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
જો કે તે એટલું સરળ ન હતું. ભારતીય રાજદ્વારીઓની ટીમે સર્વસંમતિ સાધવા માટે 300થી વધુ બેઠકો યોજી હતી. 200 કલાકથી વધુ નોન-સ્ટોપ વાતચીત કરી. આ પછી મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હતો. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈપણ સમિટ ત્યારે જ સફળ માનવામાં આવે છે જ્યારે તેનો સંયુક્ત મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે.
આવી સ્થિતિમાં, આપણે જાણીશું કે G20 સંગઠન શું છે અને તેને સફળ બનાવવા માટે, ભારતે અમેરિકા અને રશિયા જેવા કટ્ટર દુશ્મનોને પણ સાધ્યા છે.
સૌ પ્રથમ તો જાણો G20 સંગઠનની રચના કેવી રીતે થઈ…
2008માં આવેલ આર્થિક સંકટ (નાણાકીય કટોકટી) આખી દુનિયાને યાદ છે. આના માત્ર 11 વર્ષ પહેલા 1997માં એશિયામાં પણ આર્થિક સંકટ આવ્યું હતું. જેને એશિયન ફાયનાન્સિયલ ક્રાઈસીસ તરીકે ઓળખવામાં આવે છે. આ સંકટ થાઈલેન્ડથી શરૂ થયું અને એશિયાના અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું.
મંદીના કારણે આસિયાન દેશોનું દેવું તેમના જીડીપીની સરખામણીમાં 167% વધ્યું છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. સમકટના પ્રથમ છ મહિનામાં, ઈન્ડોનેશિયાના ચલણનું મૂલ્ય 80% અને થાઈલેન્ડનું ચલણ ડોલર સામે 50% સુધી ઘટ્યું હતું.
વિકસિત દેશોને આની અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, G7 દેશોએ એક બેઠક યોજી અને એક પ્લેટફોર્મ બનાવવાનું નક્કી કર્યું જ્યાં વૈશ્વિક અર્થતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે. પછી G20 શરૂ થયું. એવા દેશોની ઓળખ કરવામાં આવી હતી કે જેમની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી હતી, અથવા જે ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. બધાને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા.
2007 સુધી, માત્ર સભ્ય દેશોના નાણા મંત્રી તેની બેઠકોમાં ભાગ લેતા હતા. જો કે, 2007 અને 2008માં પશ્ચિમી અને સમૃદ્ધ દેશોને ફટકો પડેલી ફાયનાન્સિયલ ક્રાઈસીસે તેમને મંત્રણાને રાષ્ટ્રાધ્યક્ષના સ્તરે લઈ જવા મજબુર કરી દીધા હતા.
ત્યારથી, દર વર્ષે તમામ સભ્ય દેશોના નેતાઓ એક મંચ પર આવે છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. શરૂઆતમાં અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. જો કે, પરિસ્થિતિની તાકીદને ધ્યાનમાં રાખીને, તે પછીથી સમિટ માટે તૈયાર થઈ ગયા. G20 દેશોની પ્રથમ સમિટ વોશિંગ્ટન ડીસીમાં જ યોજાઈ હતી.
આ તસવીર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી પ્રથમ G20 સમિટની છે.
G20ની અત્યાર સુધી કુલ 18 બેઠકો યોજાઈ છે. G20ની 19મી બેઠક બ્રાઝિલમાં યોજાઈ રહી છે. G20માં સભ્ય દેશો ઉપરાંત રાષ્ટ્રપતિ દર વર્ષે કેટલાક દેશો અને સંસ્થાઓને પણ મહેમાન તરીકે આમંત્રિત કરે છે.
G20 2024 ના મહેમાન દેશો છે- અંગોલા, ઇજિપ્ત, નાઇજીરીયા, નોર્વે, પોર્ટુગલ, સિંગાપોર, સ્પેન અને UAE.
G20નું શું કામ છે?
શરૂઆતમાં G20નું ધ્યાન અર્થતંત્ર સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરવાનું હતું. પરંતુ સમય જતાં તેનો વ્યાપ વધતો ગયો. હવે G20 બેઠકમાં આરોગ્ય, કૃષિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને ભ્રષ્ટાચાર રોકવા પર પણ ચર્ચા થાય છે.
G20ની અધ્યક્ષતા કેવી રીતે નક્કી થાય છે? G20ની અધ્યક્ષતા દર વર્ષે સભ્ય દેશો વચ્ચે ફરતી રહે છે. તે ક્યાં યોજાશે તેનો નિર્ણય ટ્રોઇકા એટલે કે એક ત્રિપુટી દ્વારા લેવામાં આવે છે.ત્રિપુટીમાં દેશના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષ દેશનો સમાવેશ થાય છે.
આ વખતે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાની ટ્રોઇકા છે. 2023માં ભારતમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2024માં આ ઈવેન્ટ બ્રાઝિલમાં યોજાઈ રહી છે. 2025માં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી G20 સાથે આ ત્રિપુટીનું સમાપન થશે.
દક્ષિણ આફ્રિકામાં તેના હોસ્ટિંગ સાથે, દરેક દેશને G20ની અધ્યક્ષતા મળી ચુકી છે. આ પછી અમેરિકાને 2026થી ફરીથી G20ની અધ્યક્ષતા મળશે.
અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેણે બે વખત (2008, 2009) G20 નું આયોજન કર્યું છે. પ્રારંભિક તબક્કામાં, G20 વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવ્યું હતું. જો કે, 2011 થી તે વર્ષમાં એકવાર યોજવામાં આવે છે.
નવી દિલ્હી ડિક્લેરેશનમાં શું ખાસ હતું
- યુક્રેન યુદ્ધનો કોઈ ઉલ્લેખ નહોતો. અપીલ કરવામાં આવી હતી કે દરેક દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરશે અને અન્ય દેશોની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરશે.
- નવી દિલ્હી G20 ડિક્લેરેશન (ઘોષણાપત્ર)માં તમામ દેશોએ કોઈપણ પ્રકારના આતંકવાદની નિંદા કરી હતી.
- ભારત-મિડલ-ઈસ્ટ- યુરોપ આર્થિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ભારત, UAE, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા સામેલ છે.
- વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોને ભંડોળ પૂરું પાડવા અંગે સર્વસંમતિ સધાઈ હતી.
- ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર ભાર મૂકવાની વાત થઈ હતી.