19 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં ગયા અઠવાડિયે આવેલા રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. આ વરસાદને કારણે દુબઈ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.
હવે નાસાએ પૂર પહેલાં અને પછીની સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. દુબઈમાં વરસાદની અસર આ તસવીરોમાં જોઈ શકાય છે.
દુબઈમાં પૂરનું કારણ
15 એપ્રિલની રાત્રે UAE, સાઉદી અરેબિયા, બહેરીન અને ઓમાનમાં ભારે વરસાદ શરૂ થયો હતો. થોડી જ વારમાં એ વાવાઝોડામાં ફેરવાઈ ગયો. સ્થિતિ એવી બની કે મંગળવાર સુધીમાં આ દેશોનાં ડઝનબંધ શહેરોમાં પૂર આવ્યું.
રણની વચ્ચે આવેલા દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 6.26 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન સંબંધિત માહિતી આપતી વેબસાઈટ ‘ધ વેધરમેન ડોટ કોમ’ના જણાવ્યા અનુસાર અહીં બે વર્ષમાં આટલો વરસાદ થાય છે.
કેટલાક નિષ્ણાતો ગલ્ફ દેશોમાં આ પૂરનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને જવાબદાર ગણાવી રહ્યા છે. એસોસિયેટેડ પ્રેસે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે દુબઈ પ્રશાસને સોમવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવ્યું હતું. આના થોડા સમય બાદ ખાડી દેશોને ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડ્યો હતો.
દુબઈમાં આવેલા પૂરની કેટલીક તસવીરો..
બુર્જ ખલીફા ટાવર પાસે પણ પાણી ભરાયું
રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક જગ્યાએ લોકોના વાહનોને નુકસાન થયું છે.
દુબઈના એક મેટ્રો સ્ટેશનની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
બુર્જ ખલીફા ઉપર આકાશમાં વીજળી ચમકી રહી છે.
ક્લાઉડ સીડીંગ શું છે?
જ્યારે ક્યાંય કુદરતી વરસાદ પડતો નથી, ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને ક્લાઉડ સીડિંગ કહે છે. ક્લાઉડ સીડિંગ માટે, સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ (સોલિડ કાર્બન ડાયોક્સાઇડ) જેવાં રસાયણો હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા વાદળોની નજીક આકાશમાં વેરવિખેર કરવામાં છે.
આ કણો હવામાં વરાળને આકર્ષે છે, તોફાની વાદળો બનાવે છે અને અંતે વરસાદ પડે છે. આ રીતે વરસાદ પડતાં અડધો કલાક જેટલો સમય લાગે છે.