દુબઈ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
UAEના વડાપ્રધાને દુબઈના અલ મકતુમ એરપોર્ટની ડિઝાઇન સાથે જોડાયેલી આ તસવીરો શેર કરી છે.
UAEના દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. અલજઝીરા અનુસાર, તેને બનાવવામાં 35 અબજ ડોલર એટલે કે લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી જણાવી હતી.
તેમણે કહ્યું કે નવું એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં 5 ગણું મોટું હશે. અહીંથી દર વર્ષે 26 કરોડ મુસાફરો યાત્રા કરશે. આ પ્રોજેક્ટ દુબઈના અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે. અહીં 5 પેરેલલ રનવે હશે એટલે કે એક સાથે 5 પ્લેન અહીંથી ઉડી શકશે અથવા લેન્ડ કરી શકશે. આ સિવાય એરપોર્ટ પર 400 ટર્મિનલ ગેટ હશે.
નવા એરપોર્ટના નિર્માણ બાદ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની તમામ કામગીરી અહીં ટ્રાન્સફર કરવામાં આવશે.
અલ મકતુમ એરપોર્ટ 10 વર્ષમાં તૈયાર થઈ જશે
વડાપ્રધાને કહ્યું કે નવા એરપોર્ટની ડિઝાઇનને મંજૂરી મળી ગઈ છે. આ એરપોર્ટનો કુલ વિસ્તાર 70 ચોરસ કિમી હશે. આગામી 10 વર્ષમાં તેને બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીને નવા અલ મકતુમ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ, દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ એક આખું શહેર વસાવવામાં આવશે. આ સાથે 10 લાખ લોકો માટે હાઉસિંગ પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણ થશે. દુબઈ એરપોર્ટ હાલમાં વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વર્ષ 2022માં લગભગ 6.6 કરોડ મુસાફરો આ એરપોર્ટ પરથી પસાર થયા હતા.
દુબઈ એરપોર્ટ પર ભીડને સંભાળવા માટે લેવાયો નિર્ણય
રિપોર્ટ અનુસાર, કોરોના પછી આ આંકડો ઘટ્યો છે. મહામારી પહેલા, વર્ષ 2019માં લગભગ 8.7 કરોડ લોકોએ આ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. વર્ષ 2018માં 9 કરોડ મુસાફરો અહીંથી પસાર થયા હતા. ભારે ભીડને કારણે આ એરપોર્ટ પર કામગીરી સંભાળવામાં ઘણી સમસ્યાઓ છે. આને ધ્યાનમાં રાખીને, અલ-મકતુમ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.
અલ જઝીરા અનુસાર, UAE વર્ષોથી દુબઈ એરપોર્ટની કામગીરીને અલ-મકતુમ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, મંદીના કારણે 2009માં યુએઈમાં સર્જાયેલી આર્થિક કટોકટીમાંથી બહાર આવવાના પ્રયાસમાં તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.
દુબઈના નવા એરપોર્ટમાં 5 સમાંતર રનવે અને 400 ટર્મિનલ ગેટ હશે.
અલ મકતુમ એરપોર્ટ બનાવવા માટે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કોરોનામાં પ્લેન પાર્કિંગ માટે અલ મકતુમ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
અલ મકતુમ એરપોર્ટ દુબઈ એરપોર્ટથી 45 કિમીના અંતરે છે. તે વર્ષ 2010માં બનાવવામાં આવ્યું હતું. તે સમયે અહીં માત્ર 1 ટર્મિનલ હતું. કોરોના સમયે, તેનો ઉપયોગ અમીરાત એરલાઇન્સના ડબલ-ડેકર એરબસ A380 અને અન્ય ઘણા વિમાનોના પાર્કિંગ માટે થતો હતો. અહીં દર વર્ષે દુબઈ એર શોનું પણ આયોજન કરવામાં આવે છે.
દુબઈ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
દુબઈમાં વરસાદ; 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: ભારતીય દૂતાવાસનો હેલ્પલાઈન નંબર જાહેર; પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 135 લોકોના મોત
છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઘણા ખાડી દેશોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. UAEમાં વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દુબઈમાં પૂર જેવી સ્થિતિને જોતા ત્યાં હાજર ભારતીય કોન્સ્યુલેટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.