ફ્લોરિડા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકન પોલીસકર્મીએ ફ્લોરિડામાં એરફોર્સના અશ્વેત સૈનિક રોજર ફોર્ટસનને ગોળી મારી દીધી. આ ઘટનાનો વીડિયો પોલીસકર્મીના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગયો, જેને ગુરુવારે જાહેર કરવામાં આવ્યો. બ્રિટિશ મીડિયા બીબીસી અનુસાર, મૃતકના પરિવારે કહ્યું કે ફરિયાદની તપાસ કરવા આવેલા પોલીસકર્મી ખોટા ઘરમાં ઘૂસી ગયો હતો, ત્યારબાદ તેણે 23 વર્ષીય રોજરને દરવાજા પર જ ગોળી મારી દીધી હતી.
પોલીસે આરોપોને નકારી કાઢતા કહ્યું કે, “જ્યારે સૈનિકે દરવાજો ખોલ્યો ત્યારે તેના હાથમાં બંદૂક હતી. પોલીસકર્મીએ પોતાને બચાવવા માટે ગોળીબાર કર્યો હતો.” રોજર્સ ફ્લોરિડા સ્પેશિયલ ઓપરેશન્સ વિંગ પાસે રહેતા હતા, જ્યાં તેની 3 મેના રોજ હત્યા કરવામાં આવી હતી.
23 વર્ષીય રોજર ફોર્ટસન 2019માં યુએસ એરફોર્સમાં જોડાયા હતા.
આરોપી પોલીસકર્મીને રજા પર મોકલી દેવામાં આવ્યો
બીબીસી અનુસાર, ઘટના બાદ આરોપી પોલીસકર્મીને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. વિસ્તારના શેરિફે ખાતરી આપી હતી કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાના વીડિયો અનુસાર, પોલીસકર્મી 3 મેના રોજ સૈનિકના ઘર પાસે પહોંચે છે. પછી એક મહિલા તેને કહે છે કે તેણે સૈનિકના ઘરમાંથી લડાઈનો અવાજ સાંભળ્યો હતો. આ પછી પોલીસકર્મી ઘરનો દરવાજો ખખડાવે છે. જ્યારે સૈનિકે દરવાજો ખોલ્યો તો તેના હાથમાં બંદૂક હતી.
આ પછી પોલીસકર્મી તરત જ સૈનિક પર ગોળી ચલાવે છે. આ દરમિયાન તે રોજરને બંદૂક નીચે ફેંકવા માટે પણ કહે છે. પછી રોજર તેને કહે છે કે તેની પાસે બંદૂક નથી, તેણે તેને પહેલેથી જ ફેંકી દીધી છે. જો કે, ત્યાં સુધીમાં તેને ગોળી વાગી ગઈ હતી.
આ તસવીર ઘટના સમયે રેકોર્ડ કરાયેલા વીડિયોની સ્ક્રીનગ્રેબ છે. આમાં, સૈનિકના હાથમાં એક બંદૂક (લાલ વર્તુળમાં) જોવા મળે છે.
હુમલા સમયે સૈનિક એક મિત્ર સાથે વીડિયો કોલ પર હતો
રોજર્સના પરિવારે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તે એક દેશભક્ત હતો. તે યુએસ એરફોર્સ સ્પેસ ઓપરેશન ટીમના ભાગ રૂપે દેશ માટે લડતો હતો. ઘટના સમયે સૈનિક એક મિત્ર સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો.
મહિલાએ જણાવ્યું કે કોલ દરમિયાન કોઈએ રોજરના ઘરનો દરવાજો ખખડાવ્યો. જો કે, તેમના પ્રશ્નનો કોઈએ જવાબ આપ્યો નહોતો. થોડીવાર પછી ફરી દરવાજો ખટખટાવ્યો. આ વખતે રોજરે દરવાજાના છિદ્રમાંથી ડોકિયું કર્યું, જો કે તેણે કોઈ દેખાયું નહીં.
સૈનિકને શંકા ગઈ અને તેણે બંદૂક ઉપાડી. ત્યારે પોલીસકર્મી દરવાજો તોડી અંદર પ્રવેશ્યો. સૈનિકના હાથમાં બંદૂક જોઈને તેણે તરત જ ફાયરિંગ કર્યું. રોજર નવેમ્બર 2019થી યુએસ એરફોર્સનો ભાગ હતો. એટલાન્ટા યુનિવર્સિટીમાંથી હાઇસ્કૂલ પૂર્ણ કર્યા બાદ તે સેનામાં જોડાયો હતો.