- Gujarati News
- International
- Watch The Bravery Of A Female Police Officer In Just 22 Seconds… London Sword Attack Suspect First Knocked To The Ground, Then Tackled; Video
58 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંગળવારે લંડનના રસ્તા પર એક યુવકે પોલીસ અને સામાન્ય લોકો ઉપર તલવારથી આડેધડ હુમલાઓ કર્યા હતા. આ ઘટનામાં એક 14 વર્ષના કિશોરનું મોત થયું છે અને ચાર અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના પછી મહિલા પોલીસ અધિકારીએ હુમલો કરનાર વ્યક્તિને એરેસ્ટ કરી લીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમલાખોર તલવારબાજી કરતો હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસકર્મીએ કેવી બહાદુરી સાથે પિસ્તોલ તાકીને તલવારબાજી કરી રહેલા 36 વર્ષના વ્યક્તિને પૂર્વ લંડનના હેનોલ્ટ પાસેથી એરેસ્ટ કરી લીધો. 22 સેકેન્ડના આ ફુટેજમાં મહિલા અધિકારીને એક ગલીમાં આ શંકાસ્પદ વ્યક્તિ પાસે આવતા જોઈ શકાય છે. આ દરમિયાન હુમલાખોર ત્યાંથી ભાગવાની કોશિશ કરતો જોવા મળે છે. આરોપી જેવો પોલીસ અધિકારીથી દૂર જાય છે, તે તરત જ તેને જમીન પર પછાડવા માટે ટેઝર ડિસ્ચાર્જનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ મહિલા પોલીસકર્મી તેને દબોચી લે છે.
થોડી સેકેન્ડ પછી, છ અન્ય અધિકારીઓને પણ આ હુમલાખોર તરફ આગળ વધતા જોઈ શકાય છે, ત્યાર બાદ તેને એરેસ્ટ કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેને હત્યાની શંકામાં એરેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ તે હોસ્પિટલમાં ભરતી છે. જોકે, તલવારબાજીની આ ઘટના પહેલાં તેની વેન એક બિલ્ડિંગ સાથે અથડાઈ હતી, તેના કારણે તેને થોડી ઈજા પહોંચી હતી.
લંડનમાં તલવારબાજીમાં કિશોરનું મોત, 4 ઘાયલ
પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક 14 વર્ષના કિશોરનું મોત થઈ ગયું. ત્યાં 2 સામાન્ય લોકો સહિત બે પોલીસ અધિકારી ઘાયલ થઇ ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તલવાર ચલાવનાર વ્યક્તિએ તેમના ઉપર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેમને પૂર્વ લંડનના થુરલો ગાર્ડનમાં એક ઘરમાં એક વાહન ઘૂસી ગયું છે તેના રિપોર્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર જાહેર વીડિયો ફુટેજમાં શંકાસ્પદને એક ઘરમાં વાહનને ટક્કર માર્યા પછી તલવાર સાથે ઝાડીઓમાં ઘૂસતો જોવા મળે છે.
પાંચ ઘાયલોમાં એકનું મોત
જોકે, પોલીસે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટના કોઈપણ આતંકવાદી ઘટના સાથે જોડાયેલી લાગતી નથી. લંડનની મેટ્રોપોલિટન પોલીસના મુખ્ય હેડ સ્ટુઅર્ટ બેલે કહ્યું કે બધા જ પાંચ પીડિતોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે એક મીડિયા બ્રીફમાં કહ્યું કે આ ખૂબ જ દુઃખની વાત છે કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાંથી એકનું મોત થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે ચાકુ માર્યા પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, દુર્ભાગ્યવશ થોડીવાર પછી તેનું મૃત્યુ થઈ ગયું. અન્ય ચાર હાલ જોખમથી બહાર છે.