28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇટાલીમાં એક મહિલા ઝિપલાઇનના સેફ્ટી હાર્નેસ પરથી લપસીને 60 ફૂટ નીચે પડી ગઈ હતી. અકસ્માતમાં તેનું મોત થયું હતું. ખરેખરમાં, 41 વર્ષની ગિઝલેન મુતાહિર તેના પરિવાર સાથે રજાઓ માણવા લોમ્બાર્ડોના ફ્લાય ઈમોશન પાર્કમાં ગઈ હતી. દુર્ઘટના સમયે મુતાહિરની બે ભત્રીજી પણ તેની સાથે હતી, જેમણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મહિલા 96 કિલોમીટરની ઝડપે ઝિપલાઇનના છેડે પહોંચી રહી હતી. આ દરમિયાન, તે ઝિપલાઇન પર ડગમગવા લાગી અને અટકી ગયા બાદ નીચે પડી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પેરામેડિક્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. પોલીસે સાવચેતીના ભાગરૂપે પાર્ક બંધ કરી દીધો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ તસવીર 41 વર્ષની ગિઝલેન મુતાહિરની છે, જેનું ઝિપલાઈન પરથી પડીને મૃત્યુ થયું હતું.
કંપનીએ કહ્યું- 13 વર્ષમાં આવો પહેલો કેસ
ફ્લાય ઈમોશન કંપનીના સીઈઓ મૈટ્ટેઓ સાંગુઈનેટ્ટીએ આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, “મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. મહિલા શા માટે નીચે પડી તેનું કારણ જાણી શકાયું નથી.”
સાંગુઇનેટ્ટીએ વધુમાં કહ્યું કે, ‘પોલીસને જાણ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. અમે પીડિતાના પરિવારના સંપર્કમાં પણ છીએ. છેલ્લા 13 વર્ષમાં 2 લાખથી વધુ લોકો આ ઝિપલાઇન પર ગયા છે, પરંતુ આજ સુધી આવી ઘટના બની નથી.
ઘટના બાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે પાર્કને બંધ કરી દીધો છે.
પોલીસ તમામ એંગલથી ઘટનાની તપાસ કરશે
રિપોર્ટ્સ અનુસાર, પોલીસ તમામ એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. આ માટે પાર્કના સેફ્ટી ઇક્વિપમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે મહિલા ઝિપલાઇન ક્રેડલ સાથે યોગ્ય રીતે જોડાયેલી હતી કે નહીં. તમામ સલામતી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું તેની ખાતરી કરવા માટે જાળવણી રેકોર્ડ્સ પણ તપાસવામાં આવશે.
પ્રાથમિક તપાસ બાદ પોલીસનું માનવું છે કે મહિલા કેબલ પર રોકાઈ ગઈ હતી અને થોડા સમય માટે ત્યાં જ ફસાઈ ગઈ હતી. તે અટકાઈ ગયા બાદ મહિલાએ ગભરાટના કારણે ઝિપલાઈન પર બેલેન્સ ગુમાવ્યું હતું. જેના કારણે તે 60 ફૂટ નીચે જંગલમાં પડી ગઈ અને તેનું મોત નીપજ્યું.
પોલીસ વિભાગના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “એવી પણ શક્યતા છે કે મહિલાને ઝિપલાઈન પર પેનિક એટેક આવ્યો હોઈ શકે અને તેથી જ તે ફસાઈ ગઈ હોય. આની પાછળ કોઈ મેડિકલ સ્થિતિનું કારણ પણ હોઈ શકે છે. તેથી, અમે પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.