12 મિનિટ પેહલા
- કૉપી લિંક
દક્ષિણ કોરિયાના નામવોન શહેરમાંથી ફૂડ પોઈઝનિંગના લગભગ એક હજાર કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં બીમાર પડેલા લોકો નોરો વાઇરસથી સંક્રમિત હતા. આ એક ખૂબ જ ચેપી વાઇરસ છે, જે ખોરાકજન્ય રોગનું કારણ બની શકે છે. તે દૂષિત સપાટીઓ દ્વારા સરળતાથી ફેલાઈ શકે છે.
કોરિયન ફૂડ કિમ્ચીને નોરોવાઇરસ ઇન્ફેક્શનમાટે જવાબદાર ગણાવવામાં આવ્યું છે. કિમચી એ કોરિયાનો પરંપરાગત ખોરાક છે, જે ફર્મેન્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. જો કે, હવે તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રીતે ફર્મેન્ટેશન ખોરાક સ્વાસ્થ્ય માટે સારો હોય છે. આ કિસ્સામાં કારણ બેદરકારી હોવાનું માનવામાં આવે છે.
ફર્મેન્ટેશન ખોરાકનો સમગ્ર વિશ્વમાં લાંબો ઇતિહાસ છે. ફર્મેન્ટેશન ખોરાક બધા દેશો અને સંસ્કૃતિઓમાં ખૂબ આનંદ સાથે ખાવામાં આવે છે. ભારતમાં પણ વિનેગર, ઢોકળા, કાંજી, કોમ્બુચા, અથાણું, દહીં અને છાશ જેવા ફર્મેન્ટેશન ખોરાક આપણા આહારનો મુખ્ય ભાગ છે. ફર્મેન્ટેશન ખોરાક જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલો જ આરોગ્યપ્રદ પણ હોય છે. આંતરડાના સારા સ્વાસ્થ્યના દાવાઓને કારણે કિમચીએ સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ મેળવી છે.
તેથી જ આજે ‘તબિયતપાણી’માં આપણે આથોવાળા ખોરાક વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે-
- ફર્મેન્ટેશન ખોરાક ખાવાના ફાયદા શું છે?
- શું તેઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે?
- ફર્મેન્ટેશન ફૂડની આડ અસરો શું છે?
ફર્મેન્ટેડ ફૂડ ખાય છે તો લાંબુ જીવે
માણસોએ ફર્મેન્ટેડ વાઇન કેવી રીતે બનાવવી તે શીખ્યા તે પહેલાં ફર્મેન્ટેશન ફૂડ લોકોના આહારનો એક ભાગ હતો. ઈ.સ 10 હજાર શરૂઆતમાં દૂધને ફર્મેટ કરીને પીવાનું શરૂ થયું. દૂધમાં કુદરતી રીતે માઇક્રોફ્લોરા હોય છે, જે તેને ફર્મેટ કરીને દહીં બનાવે છે. પહેલાં દૂધ નેચરલી ફર્મેટ થતું હતું. આ પછી લોકોએ સ્વાદ માટે દૂધમાં ખાટા (થોડું દહીં) ઉમેરીને દહીં બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તે આપણા આહારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો. જો કે, 1900 પહેલાં લોકો તેના ફાયદા જાણતા ન હતા.
વર્ષ 1900ની આસપાસ રશિયન બેક્ટેરિયોલોજિસ્ટ એલી મેચનિકોફે અવલોકન કર્યું કે બલ્ગેરિયનોની સરેરાશ આયુષ્ય 87 વર્ષ છે. આ હકીકત ચોંકાવનારી હતી કારણ કે તે સમયે સમગ્ર વિશ્વનું સરેરાશ આયુષ્ય 50 વર્ષથી ઓછું હતું. જ્યારે તેઓએ આ પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમને ખબર પડી કે બલ્ગેરિયન લોકો તેમના આહારમાં ફર્મેન્ટેશન ખોરાકનો ઘણો સમાવેશ કરે છે. આ તેમના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય છે. ત્યારે જ લોકોને ખબર પડી કે ફર્મેન્ટેશન ખોરાક કેટલો ફાયદાકારક છે.
ફર્મેન્ટેશન ખોરાક ખાવાના ફાયદા શું છે?
ફર્મેન્ટેશન ખોરાક ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. ફર્મેન્ટેશન ખોરાક નિયમિત ખોરાક કરતાં વધુ પોષક હોય છે. ચાલો ગ્રાફિકમાં જોઈએ, તેના ફાયદા:
હવે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ:
પાચન સ્વાસ્થ્ય સુધરે છે
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ફર્મેન્ટેશન દરમિયાન ઉત્પાદિત પ્રોબાયોટીક્સ આપણા આંતરડામાં બેક્ટેરિયાના સંતુલનને સુધારવામાં મદદ કરે છે અને પાચન સ્વાસ્થ્યને સુધારી શકે છે. પ્રોબાયોટીક્સ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) ના અસ્વસ્થતાવાળા લક્ષણોને હળવા કરી શકે છે. જેના કારણે ઝાડા, બળતરા, ગેસ અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
આપણા આંતરડાના બેક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર, ઉચ્ચ પ્રોબાયોટિક ખોરાક સામાન્ય શરદી જેવા ઇન્ફેક્શનનું જોખમ ઘટાડી શકે છે. પ્રોબાયોટીક્સ આપણને ઘણી બીમારીઓમાંથી રિકવર કરવામાં પણ મદદ કરી શકે છે. મોટાભાગના આથોવાળા ખોરાકમાં વિટામિન સી, આયર્ન ભરપૂર હોય છે. આ બધા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
પાચન સરળ બનાવે છે
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ફર્મેન્ટેશન ફૂડ ખાવાથી ઘણાં પોષકતત્ત્વો મળે છે. આથી જો રોજીંદી આહારની સાથે આથો વાળો ખોરાક ખાવામાં આવે તો તે પાચનક્રિયાને સરળ બનાવે છે.
ઉદાહરણ તરીકે, દૂધમાં કુદરતી સુગર લેક્ટોઝ હોય છે. ફર્મેન્ટેશન દરમિયાન તે સાદી ખાંડમાં ફેરવાય છે.. આ ફાયદાકારક પોષક તત્ત્વોના શોષણમાં પણ મદદ કરે છે.
માનસિક સ્વાસ્થ્ય સુધરે
2016 માં નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ફર્મેન્ટેશન ખોરાક ચિંતા અને હતાશાના લક્ષણો દૂર કરી શકે છે. આ સુધારો પ્રોબાયોટિક સ્ટ્રેઈન લેક્ટોબેસિલસ હેલ્વેટીકસ અને બિફિડોબેક્ટેરિયમ લોંગમની હાજરીને કારણે છે. આ બંને પ્રોબાયોટિક સ્ટ્રેઈન આથોવાળા ખોરાકમાં હોય છે.
વજન ઘટાડવામાં મદદ કરે
2013 માં નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, પ્રોબાયોટિક સ્ટ્રેન્સ – લેક્ટોબેસિલસ રેમ્નોસસ અને લેક્ટોબેસિલસ ગેસેરી વજન ઘટાડવા અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો કે, આ હકીકતની પુષ્ટિ કરવા માટે હજુ પણ વધુ અભ્યાસની જરૂર છે.
હૃદયની તંદુરસ્તી સુધરે છે
ફર્મેન્ટેશન ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. પ્રોબાયોટીક્સ આપણું બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડવામાં પણ મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ બંને હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે, તેથી તેને ઘટાડવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
શું ફર્મેન્ટેશન ખોરાકની આડઅસર થઈ શકે છે?
ફર્મેન્ટેશન ખોરાકને સામાન્ય રીતે દરેક માટે સલામત ગણવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આડઅસર અનુભવી શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે ફર્મેન્ટેશન ખોરાકમાં હાજર પ્રોબાયોટીક્સ ગેસ અને બળતરા પેદા કરી શકે છે. ચાલો ગ્રાફિક્સ જોઈએ: