39 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
થોડા દિવસ પહેલાં જ દિલ્હીથી ટોરોન્ટો જતી એર કેનેડાની AC43 ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે તૈયાર હતી. પરંતુ ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલાં જ દિલ્હી પોલીસને એક ઈમેલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું – ‘આ ફ્લાઈટમાં બોમ્બ છે.’
સમાચાર મળતાની સાથે જ દિલ્હી પોલીસ અને એરપોર્ટ સિક્યોરિટી એજન્સી એક્શનમાં આવી હતી અને તમામ મુસાફરોને ઉતારીને ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પરંતુ તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને તે ફેક મેઈલ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ ઘટનાને કારણે ફ્લાઈટ 12 કલાકથી વધુ મોડી પડી હતી.
જ્યારે પોલીસે આ મામલાની ઝીણવટભરી તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, આ ઈમેલ ઉત્તર પ્રદેશના મેરઠના એક 13 વર્ષના છોકરાએ માત્ર મનોરંજન માટે મોકલ્યો હતો.
આરોપી બાળક જાણવા માગતો હતો કે પોલીસ તેનો મેઈલ ટ્રેસ કરી શકશે કે નહીં. પોલીસે આરોપી બાળકનું કાઉન્સિલિંગ કરીને તેમને તેમના માતા-પિતાને સોંપ્યો હતો.
આજકાલ રડતા બાળકને શાંત પાડવાની વાત હોય કે બાળકને જમાડવાની વાત હોય, માતા-પિતા નાની ઉંમરમાં જ બાળકોને સ્માર્ટફોન આપી દે છે. આવો સીન આજે ઘર-ઘરમાં જોવા મળે છે. પરંતુ બાળકોને ફોન આપતા પહેલાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે માત્ર બાળક જ નહીં પરંતુ તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
તેથી આજે કામના સમાચારમાં વાત કરીશું કે બાળકોને ફોન આપતા પહેલાં શું સાવચેતી રાખવી જોઈએ?
આવો એ પણ જાણીએ કે…
- બાળકોને ફોન આપતા પહેલાં ક્યાં-ક્યાં સેટિંગ્સ ચાલુ કરવા જોઈએ?
- માતાપિતાએ તેમના બાળકોને કઈ ઇન્ટરનેટ સલામતી શીખવવી જોઈએ?
એક્સપર્ટ : રાહુલ મિશ્રા, સાયબર સલાહકાર (યુપી પોલીસ)
પ્રશ્ન- બાળકને મોબાઈલ આપતા પહેલાં કયું સેટિંગ ઓન કરવું જોઈએ?
જવાબ- આજના યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. લોકડાઉન બાદ ઓનલાઈન ક્લાસનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. બાળકો પણ ઓનલાઈન ક્લાસ કે પ્રોજેક્ટ વર્ક માટે મોબાઈલનો ઘણો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ઘણી વખત માતા-પિતાએ ઈચ્છા ન હોવા છતાં બાળકોને ફોન આપવો પડે છે. આવી સ્થિતિમાં માતા-પિતાને ડર રહે છે કે બાળક ફોન પર કોઈ ખોટું કન્ટેન્ટ પણ જોઈ શકે છે અથવા કોઈપણ રીતે ફોનનો દુરુપયોગ કરી શકે છે.
તેથી, તમારે તમારી જરૂરી એપ્લિકેશનો પર પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ લોક જરૂરી છે. જો બાળક કોઈપણ એપ ખોલે છે તો તેમણે તમારી પાસેથી પહેલાં પરમિશન લેવી પડે છે.
આ સિવાય બાળકે ફોનનો દુરુપયોગ ન કરવો જોઈએ. આ માટે ગ્રાફિકમાં આપેલી આ બાબતોને ધ્યાનમાં રાખો.
પ્રશ્ન- ગૂગલ પ્લે સ્ટોર પર પેરેન્ટલ કંટ્રોલ સેટિંગ્સ કેવી રીતે ચાલુ કરવું અને તેનો શું ફાયદો છે?
જવાબ- બાળકો પ્લે સ્ટોરમાંથી ગેમિંગ એપને બદલે કોઈપણ ફિશિંગ એપ કે માલવેર ડાઉનલોડ કરી શકે છે, જે તમારા સ્માર્ટફોનમાંથી ડેટા ચોરી શકે છે.
તમારી સુરક્ષા માટે Google દ્વારા પેરેન્ટલ કંટ્રોલની સુવિધા આપવામાં આવી છે. આના ઉપયોગથી આવી એપ્સને ફિલ્ટર કરવામાં આવે છે જે બાળકો માટે યોગ્ય નથી. આ ઉપરાંત આની મદદથી માતા-પિતા તેમના બાળક મોબાઇલ પર શું ઍક્સેસ કરી શકે છે તે કંટ્રોલ કરી શકે છે.
તમે આ સ્ટેપને અનુસરીને પેરેન્ટલ કંટ્રોલ સુવિધાને ચાલુ કરી શકો છો.
આ ફીચરનો ઉપયોગ કરીને બાળકો કોઈપણ ખોટી એપ ડાઉનલોડ કરી શકશે નહીં અને માતા-પિતાને પણ જાણકારી આપવામાં આવશે.
પ્રશ્ન- શું આપણે સોશિયલ મીડિયા એપ્સ પર પેરેન્ટલ કંટ્રોલ ચાલુ કરી શકીએ?
જવાબ- હા અલબત્ત, ગૂગલના પ્લે સ્ટોરની જેમ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ પેરેન્ટલ કંટ્રોલની સુવિધા છે.
તેમને ચાલુ કરવા માટે તમે તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી શકો છો અને સેટિંગ્સમાં જઈ શકો છો. આ મદદથી માતા-પિતા તેમના બાળકોની દરેક ગતિવિધિને ટ્રેક કરી શકશે અને બાળકો કોઈપણ પ્રકારનું ખોટું કન્ટેન્ટ જોવાથી બચી શકશે.
પ્રશ્ન- બાળકોની મનપસંદ સાઇટને બુકમાર્ક કરવી શા માટે જરૂરી છે?
જવાબ- માતા-પિતાએ તે કન્ટેન્ટ બુકમાર્ક કરવું જોઈએ જે બાળકને સૌથી વધુ જોવાનું પસંદ હોય. આ સાથે, બાળકને એક ક્લિકથી તેમનું મનપસંદ કન્ટેન્ટ સરળતાથી મળી જશે. તેમને વારંવાર શોધવાની જરૂર નહીં પડે. આ સાથે તે કોઈપણ ખોટા કન્ટેન્ટ પર જવાથી બચી શકશે.
પ્રશ્ન- બાળકોને કેવા પ્રકારની ઇન્ટરનેટ સેફ્ટી ટિપ્સ શીખવવી જોઈએ?
જવાબ: મોબાઈલ પર અમુક પ્રકારના કન્ટેન્ટને બ્લોક કરવા કરતાં તમારા બાળકોને ઈન્ટરનેટના જોખમો વિશે ચેતવણી આપવી વધુ જરૂરી છે. માતા-પિતાએ બાળક ઇન્ટરનેટ પર શું જોઈ રહ્યું છે તેના પર નજર રાખવી જોઈએ.
ઉપરાંત, માતાપિતાએ તેમના બાળકોને આ બાબતો વિશે જાણ કરવી જોઈએ.
- તમારા બાળકને હંમેશા કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન વાત ન કરવાનું શીખવો કારણ કે કેટલીકવાર સાયબર ઠગ બાળકોને છેતરીને તેમને OTP સ્કેમ અથવા અન્ય કોઈપણ પ્રકારના કૌભાંડનો શિકાર બનાવી શકે છે.
- તમારું નામ, ઈમેલ એડ્રેસ, ઘર અને શાળાના સરનામા અથવા કુટુંબના સભ્યો વિશેની અંગત માહિતી ઈન્ટરનેટ પર કોઈની સાથે ક્યારેય શેર કરશો નહીં.
- ઈમેલ ખોલતા પહેલાં કે એપ ડાઉનલોડ કરતા પહેલાં માતા-પિતાની પરવાનગી ચોક્કસથી લો કારણ કે એપ દ્વારા વાઇરસ અથવા માલવેર આવી શકે છે.
- તમારા માતા-પિતાને કહ્યા વગર ઓનલાઈન શોપિંગ ન કરો. કેટલીક જાહેરાતો તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે મફત અથવા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તેથી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
- આવા યુઝર્સને બ્લોક કરો જે તેમને અયોગ્ય મેસેજ મોકલે છે. જો તમને ક્યારેય સોશિયલ મીડિયા પર અસ્વસ્થતા અથવા ધમકીભર્યા મેસેજ મળે, તો મહેરબાની કરીને તમારા માતાપિતાને તેના વિશે જણાવો.
- જો બાળકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તો પ્રાઈવસી સેટિંગ્સને ઓન કરવાની ખાતરી કરો. તેમની પ્રોફાઇલ હંમેશા મિત્રો અને પરિવારના સભ્યો સુધી મર્યાદિત હોવી જોઈએ.
- જો તમારા બાળકની પ્રોફાઇલ બંધ હોય, તો પણ તેઓ જે ડેટા શેર કરે છે તેના વિશે તેમને સાવચેત કરો. સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેર કરતા પહેલા તેમને સાવચેત રહેવાનું શીખવો.
- વાલીઓએ જોવું જોઈએ કે બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે અથવા મોબાઈલમાં કઈ ગેમ રમી રહ્યું છે. જો શક્ય હોય તો થોડીવાર બેસીને જુઓ કે બાળક મોબાઈલ પર સૌથી વધુ શું જુએ છે.