એક કલાક પેહલાલેખક: દિનેશ મિશ્ર
- કૉપી લિંક
હાલ લગ્નની સીઝન પૂરી થઈ છે. હવે 15 જાન્યુઆરીએ કમૂરતા પૂરા થયા બાદ ફરીથી લગ્નસરાની સીઝન ચાલુ થશે. લોકો તેમના પુત્ર અને પુત્રીનાં લગ્ન માટે ખૂબ ખર્ચ કરે છે, પરંતુ લગ્ન કરવા માટે લોન લેવી અને આડેધડ ખર્ચ કરવોએ ક્યારેક મોંઘો સાબિત થઈ શકે છે. જોકે તમે લગ્ન, સારવાર અથવા મુસાફરી જેવી તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્સનલ લોન લઈ શકો છો. આ લોન અરજદારની આવક અનુસાર આપવામાં આવે છે. પર્સનલ લોન કોલેટરલ ફ્રી લોન છે.
હોમ લોન, કાર લોન, ટૂ-વ્હીલર લોન જેવી મોટા ભાગની લોનના ઉપયોગ પર કેટલાંક નિયંત્રણો છે, પરંતુ પર્સનલ લોન સાથે આવાં કોઈ નિયંત્રણો નથી. તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.
આપણે કોઈપણ પર્સનલ લોન સમજીવિચારીને જ લેવી જોઈએ. આજે આપણે મની પ્લાન્ટમાં લગ્ન માટે પર્સનલ લોનના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીશું.
આવકના આધારે પર્સનલ લોન મળે છે
જે વ્યક્તિ પર્સનલ લોન ઇચ્છે છે તેની આવક, કેશ-ફ્લો, ક્રેડિટ સ્કોર અને રિપેમેન્ટને ધ્યાનમાં રાખીને બેંકો પર્સનલ લોન આપે છે. એના આધારે લોનની રકમ અને વ્યાજદર નક્કી કરવામાં આવે છે. રિપેમેન્ટની ક્ષમતા, સારા ક્રેડિટ સ્કોર અને આવક સાથે અરજદારને ઓછા વ્યાજે લોન મળે છે. અરજદારે લોન માટે કોઈ સુરક્ષા આપવાની જરૂર નથી.
પર્સનલ લોનનું વ્યાજ નિશ્ચિત
પર્સનલ લોન પર વ્યાજ નિશ્ચિત છે, એટલે કે શેરબજારની વધઘટની કોઈ અસર નથી.
મંથલી પેમેન્ટ પણ સમાન છે. આ તમને લગ્નના ખર્ચ માટે નિશ્ચિત બજેટ બનાવવામાં મદદ કરે છે.
લગ્ન માટે પર્સનલ લોન લેતાં પહેલાં એના વિશે સારી રીતે વિચાર કરો, કારણ કે ઘણી વખત લોકો લોન લે છે, પરંતુ પછીથી એને ચૂકવવામાં મુશ્કેલી પડે છે.
આ પછી પણ જો તમે હોમ લોન લો છો તો એટલી જ લો, જે તમે સરળતાથી અને સમયસર ચૂકવી શકો. આ માટે પર્સનલ લોન લેતાં પહેલાં તમારે એના EMI વિશે માહિતી લેવી આવશ્યક છે.
લગ્ન જેવી બાબતોમાં પર્સનલ લોન મોટી મદદરૂપ બને છે
જો તમે લગ્ન કરવા માગો છો, બાળકોના શિક્ષણ પર એકસાથે રકમ ખર્ચવા માગો છો, ઘરે કોઈની સારવાર કરવા માગો છો અથવા અન્ય કોઈ ઇમર્જન્સી હોય તો તમે પર્સનલ લોનના પૈસાનો ઉપયોગ કરી શકો છો. વ્યક્તિગત લોનની રકમ સીધી અરજદારને આપવામાં આવે છે. વ્યક્તિગત લોન લેવાનો હેતુ જણાવવો જરૂરી નથી.
તમારી ઈચ્છા મુજબ પર્સનલ લોન પેમેન્ટ કરો
તમે પર્સનલ લોન ચૂકવવા માટે તમારી પસંદગી મુજબ સમય પસંદ કરી શકો છો, જે 12 મહિનાથી 60 મહિનાની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં તમે તમારી જરૂરિયાત મુજબ કેટલા સમય માટે લોન લેવા માગો છો એ પસંદ કરી શકો છો. પ્રીપેમેન્ટ અને પ્રીક્લોઝર ચાર્જીસ પણ પર્સનલ લોન સાથે સંકળાયેલા છે.
લગ્ન પહેલાં તમારો ક્રેડિટ સ્કોર સારો રાખો, લોન મેળવવામાં મુશ્કેલી નહીં પડે
લગ્ન માટે પર્સનલ લોન લેતાં પહેલાં તમારે તમારો ક્રેડિટ સ્કોર સારો રાખવો જોઈએ. બેંક તમને પ્રી-ઓફર્ડ પર્સનલ લોન આપે છે. એમાં ન્યૂનતમ પેપરવર્ક સાથે તરત જ લોન મળી જાય છે.
લોન માટેની અરજી બેંક દ્વારા આપવામાં આવેલી લિંક દ્વારા અથવા ઓનલાઈન બેંકિંગમાં લોગ-ઈન કરીને કરી શકાય છે. અરજી કર્યાની મિનિટોમાં તમારા બેંક ખાતામાં સીધું જ ભંડોળ જમા થાય છે.
પર્સનલ લોન ચૂકવવા માટે સારો સમય છે
તમને પર્સનલ લોન ચૂકવવા માટે સારોએવો સમય મળે છે. એની સાથે સરળ પુન:ચુકવણી સમયગાળો જોડાયેલો હોય છે, જે સામાન્ય રીતે 12 મહિનાથી 60 મહિનાની વચ્ચે હોય છે.
તમે બેંકમાંથી લોન તરીકે મોટી રકમ પણ લઈ શકો છો. જોકે આ માટે તમારે લાયકાતના માપદંડો પૂરા કરવા પડશે.
લગ્ન માટે પર્સનલ લોન લેવાના આ ગેરફાયદા હોઈ શકે છે
લગ્ન માટે પર્સનલ લોન લેતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે પર્સનલ લોન લેવાથી તમે લગ્નમાં જરૂર કરતાં વધુ ખર્ચ કરી શકો છો.
પર્સનલ લોન પર વ્યાજદરો ખૂબ ઊંચા હોવાથી એને ચૂકવવાનું મુશ્કેલ બની જાય છે. વધુમાં, દર મહિને વ્યક્તિગત લોનની ચુકવણી કરવાથી લાંબા ગાળે તમારી બચત પર અસર પડે છે.
ઉપરાંત જો તમે સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ થશો, તો તમારા પર વ્યાજનો બોજ વધતો રહેશે. એનાથી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થશે.
જ્યારે તમને બીજો કોઈ વિકલ્પ દેખાતો ન હોય ત્યારે જ પર્સનલ લોન લો
પર્સનલ લોન ત્યારે જ લેવી જોઈએ, જ્યારે તમે ઘણી મુશ્કેલીમાં હોય અને તમને એ લેવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી, કારણ કે પર્સનલ લોનના પણ ઘણા ગેરફાયદા છે, જેમ કે – હોમ લોન, કારની તુલનામાં પર્સનલ લોનના વ્યાજદરો ઘણા વધારે છે. આવી સ્થિતિમાં તમારે લોનની ચુકવણી કરતી વખતે વધુ EMI ચૂકવવા પડે છે, જેની અસર તમારા ખિસ્સા પર પડે છે.
પર્સનલ લોન માટે આવકનો પુરાવો આપવો પડશે
પર્સનલ લોનમાં આવકનો પુરાવો જરૂરી છે. આવકના પુરાવા વિના આ ઉપલબ્ધ નથી. જ્યારે ગોલ્ડ લોન અથવા પ્રોપર્ટી લોન માટે આવકનો પુરાવો જરૂરી નથી.
મોટા ભાગની બેંકોમાં પર્સનલ લોન માટે અરજી કરવા માટે નોકરી કરતા લોકોનો પગાર દર મહિને ઓછામાં ઓછો 15 હજાર રૂપિયા હોવો જોઈએ.
પર્સનલ લોનમાં સારો CIBIL સ્કોર હોવો ખૂબ જ જરૂરી છે. જો CIBIL સ્કોર ખરાબ હશે તો લોન મેળવવી મુશ્કેલ બનશે.
તમારી પાસેથી પ્રીપેમેન્ટ ચાર્જીસ દ્વારા વધારાના પૈસા લેવામાં આવે છે
પર્સનલ લોનમાં પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે, જ્યારે અન્ય કોઈ લોન લેતી વખતે આ ચાર્જ વસૂલવામાં આવતો નથી. પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ફી પણ ઘણી વધારે હોય છે.
પ્રોસેસિંગ ફી અને પ્રીપેમેન્ટ વિશે જાણો, જ્યાંથી એ સૌથી સસ્તી હોય ત્યાંથી જ લોન લો. જો તમે પ્રોપર્ટી અથવા સોનું મોર્ગેજ કરીને લોન લઈ શકો છો, તો આ વિકલ્પ સસ્તો પડશે.