નવી દિલ્હી48 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઘટના દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારની છે.
દિલ્હીમાં રોડ પર નમાઝ અદા કરી રહેલા નમાજીઓ સાથે પોલીસકર્મીના ગેરવર્તનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં તે નમાઝીઓને લાત મારી રહ્યો છે. આ મામલો દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારનો હોવાનું કહેવાય છે.
આ મામલે વિવાદ વધી જતાં પોલીસે તપાસના આદેશ આપ્યા હતા અને ત્યાર બાદ આરોપી સબ- ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મુસ્લિમ સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો
સબ-ઇન્સ્પેક્ટરે 2 લોકોને લાત મારી

વીડિયોમાં સબ-ઇન્સ્પેક્ટર નમાઝ અદા કરી રહેલા લોકોને લાત મારતા જોવા મળે છે.
વીડિયો અનુસાર, પોલીસ ઓફિસર રસ્તા પર નમાઝ અદા કરી રહેલા લોકોની વચ્ચે એક વ્યક્તિને પાછળથી લાત મારે છે. તે કેટલાક અપશબ્દો પણ બોલે છે. આ પછી તે અન્ય વ્યક્તિને પણ લાત મારે છે. પછી તે નમાઝ અદા કરી રહેલા લોકોને ત્યાંથી ચાલ્યા જવા માટે કહે છે.
સબ-ઇન્સ્પેક્ટરની ગેરવર્તણૂક પછી ઘણા લોકો ત્યાં ભેગા થાય છે અને તેની સાથે દલીલ કરે છે. ઘણા લોકોએ પોલીસકર્મીનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાઈ રહ્યો છે કે – ‘આ પોલીસકર્મી નમાઝ કરી રહેલા લોકોને લાત મારી રહ્યો છે.’ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર એમ.કે.મીનાએ કહ્યું- કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.