પંચકુલા29 મિનિટ પેહલા
- કૉપી લિંક
હરિયાણામાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી હતી.અકસ્માતમાં બસ ડ્રાઇવર ઉપરાંત 10 થી 15 બાળકોને ઇજા થઇ હતી.
હરિયાણાના પંચકુલામાં શનિવારે બપોરે પંજાબથી મોરની હિલ્સ જઈ રહેલી સ્કૂલ બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસ ડ્રાઇવર ઉપરાંત 10 થી 15 બાળકોને ઇજા થઇ હતી. તમામ બાળકોને સારવાર માટે મોરનીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ બાળકોને પંચકુલાના સેક્ટર-6 ખાતેની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. બસ ડ્રાઈવર વિનોદ છાબરાના બંને પગમાં ફ્રેક્ચર થયું છે. તેને ચંદીગઢ PGIમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસની ટીમો તપાસ કરી રહી છે.
આ બાળકો પંજાબના મલેરકોટલાના નનકાના સાહિબ સ્કૂલના છે. હરિયાણાના ટીક્કર તાલ રોડ પર થલ ગામ પાસે બસ પૂરપાટ ઝડપે ઝઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે ખીણમાં ખાબકી હતી. અકસ્માત થતા બાળકો બુમો પાડી રહ્યા હતા.
અકસ્માતની તસવીરો…
આસપાસના લોકોએ ઘાયલ બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
ઘાયલોને પહેલા રસ્તા પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો અને પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
હોસ્પિટલમાં જગ્યા ઓછી હોવાને કારણે બે બાળકોને એક-એક બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.
આસપાસના લોકોએ બાળકોને બહાર કાઢ્યા હતા
બાળકોની ચીસોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમામ ઘાયલોને પહેલા રસ્તા પર લાવવામાં આવ્યા હતા. પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલ બાળકો અને અન્ય સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.