નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
DGCAએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટે ખરાબ હવામાન હોવા છતાં CA-3ની ટ્રેનિંગ લીધેલા પાઈલટને ડ્યૂટી પર મૂક્યા નહોતા. (ફાઇલ ફોટો)
ખરાબ હવામાન દરમિયાન પાઈલટને ડ્યૂટી પર મુકવામાં બેદરકારી બદલ સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયાને 30-30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એસોસિએશન (DGCA) એ બુધવારે (17 જાન્યુઆરી) બંને એરલાઇન્સ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી.બીજી તરફ એરપોર્ટમાં વિમાન ફરતે બેસીને જમવાના પ્રકરણમાં ઈન્ડિગોને 1.20 કરોડનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
ડીજીસીએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2023માં લેટ, કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ધુમ્મસના કારણે 25 થી 28 ડિસેમ્બર વચ્ચે દિલ્હી એરપોર્ટ પર લગભગ 60 ફ્લાઈટ્સ મોડી પડી હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી સૌથી વધુ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટે ખરાબ હવામાન હોવા છતાં CAT-3ની ટ્રેનિંગ લઈ ચુકેલા પાઈલટ્સને ડ્યુટી પર મુકવામાં આવ્યા નહોતો. બંને એરલાઈન્સે વિમાન ઉડાવવાની જવાબદારી એવા પાઈલટ્સને સોંપી હતી જેમણે CAT-3ની ટ્રેનિંગ લીધી ન હતી. જેના કારણે મોટાભાગની ફ્લાઇટ મોડી પડી હતી અને ડાયવર્ટ કરવામાં આવી હતી.
CAT-3 એટલે કે કેટેગરી-3 ખરાબ હવામાનમાં ફ્લાઈટ્સના સુરક્ષિત ઉતરાણ માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. તેમાં અદ્યતન ઓટોપાયલટ, ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ અને પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચનો સમાવેશ થાય છે, જેની મદદથી ઓછી વિઝિબિલિટી દરમિયાન ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં આવે છે.
રનવેની નજીક ફૂડ ખાવાના મામલે ઈન્ડિગોને 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો
બીજી તરફ ઈન્ડિગો એરલાઈન્સ પર રનવે નજીક મુસાફરોનું ભોજન કરવા મામલે 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખરેખરમાં, 14 જાન્યુઆરીએ ગોવાથી દિલ્હી જતી ફ્લાઈટ 6E 2195 12 કલાક મોડી પડતાં તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેનાથી નારાજ મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે નજીક બેસીને ડિનર કર્યું હતું.
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પેસેન્જરોની પાછળ ફ્લાઈટ્સ ટેકઓફ કરતી જોવા મળી હતી. રનવેની નજીક મુસાફરોની હાજરીને સુરક્ષામાં ખામી ગણવામાં આવે છે.
14 જાન્યુઆરીએ ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટ 12 કલાક મોડી પડતાં તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. આનાથી નારાજ મુસાફરોએ એરક્રાફ્ટ પાર્કિંગમાં બેસીને ખાવાનું શરૂ કર્યું.
DGCAના નવા SOP- 3 નવા વોર રૂમ દિલ્હી એરપોર્ટ પર બનાવવામાં આવશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 16 જાન્યુઆરીએ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થવા મામલે નવો સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોટોકોલ (SOP) જાહેર કર્યો હતો. આ અંતર્ગત મુસાફરોની સુવિધા માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતા મેટ્રો એરપોર્ટ પર વોર રૂમ બનાવવામાં આવશે.
આ સિવાય કોઈપણ ફ્લાઈટ મોડી પડે તો એરલાઈન્સ કંપનીને દિવસમાં ત્રણ વખત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, CISFની 24×7 હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે દિલ્હીના IGI એરપોર્ટનો રનવે 29L પણ શરુ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો…
પાયલટને થપ્પડ મારવાના મામલામાં નવો દાવોઃ ફ્લાઈટમાં હાજર પેસેન્જરે કહ્યું- ક્રૂ મેમ્બર્સ વૃદ્ધોને ઈગ્નોર કરી રહ્યા હતા, કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રાખ્યા
ઈન્ડિગો ફ્લાઈટમાં પાઈલટને થપ્પડ મારવાના મામલામાં નવા દાવા થઈ રહ્યા છે. આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા અન્ય એક પેસેન્જરે આ ઘટના માટે એરલાઈન્સને જવાબદાર ગણાવી હતી.
પેસેન્જર સનલ વિજે આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિગો પેસેન્જરની ભુલ ગણાાવીને પોતાની ગેરવહીવટ અને ભૂલો છુપાવી રહી છે.