3 કલાક પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી આવી રહી છે, આ દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલા અનેક ફોટો, વીડિયો અને દાવા સોશિયલ મીડિયા પર વાઇરલ થવાના શરૂ થઈ ગયા છે. એવામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલનાડુમાં જનતાએ ભાજપના નેતાઓને માર માર્યો છે.
જોકે, વીડિયોમાં થોડા લોકો એક નેતાને ચૂંટણી રથથી નીચે ખેંચીને મારઝૂડ કરતા જોવા મળે છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના નેતાને જનતાએ આલીશાન રથ પરથી નીચે ઉતાર્યા, મારપીટ કરી છે. વાઇરલ દાવા સાથે જોડાયેલી અનેક ટ્વિટ અનેક વેરિફાઇડ યૂઝર્સ શેર કરી રહ્યા છે.
વેરિફાઇડ યૂઝર તનવીરે પોતાની ટ્વિટમાં લખ્યું- તમિલનાડુમાં ભાજપના નેતાઓને જનતાએ આલીશાન રથમાંથી નીચે ઉતાર્યા અને મારઝૂડ કરી, જનતા પાઠ ભણવી રહી છે, સારા દિવસો આવશે. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓઃ
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી અલ્પસંખ્યક વિભાગના મહાસચિવ મોહમ્મદ સમીરે પણ વાઇરલ વીડિયોને ટ્વિટ કરી. પોતાના ટ્વિટમાં સમીરે લખ્યું- વિશ્વાસ થતો નથી પરંતુ BREAKING છે, જનતા નેતાઓનાં કપડાં ફાડવા લાગી. તમિલનાડુમાં ભાજપના નેતાઓને જનતાએ આલીશાન રથ પરથી નીચે ઉતારીને મારઝૂડ કરી છે. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
ત્યાં જ, પોતાને સોશિયલ એક્ટિવિસ્ટ જણાવનાર એક્સ યૂઝર પ્રકાશ ચંદે પણ આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું- તમિલનાડુમાં ભાજપ નેતાને જનતાએ જબરદસ્ત ધોયા, હજુ પણ સમય છે, સુધરી જાવ નહીં તો જનતા સમજાવી દેશે. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓઃ
વાઇરલ વીડિયોનું સત્ય શું છે?
વાઇરલ થતા આ દાવાની હકીકત જાણવા માટે અમે આ વીડિયોના કી-ફ્રેમ્સને ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કર્યા જે અમને ઓડિશાબાઈટ નામની એક વેબસાઇટ પર લઇ ગયા. આ વેબસાઇટે 09 ઓક્ટોબર 2023ના રોજ આ ઘટના સાથે જોડાયેલા સમાચારને છાપ્યા હતા. સમાચારનું આર્કાઇવ વર્ઝન અહીં વાંચો .
Odishabytes દ્વારા છાપવામાં આવેલા સમાચારનો સ્ક્રીનશોર્ટ
- તપાસમાં સામે આવ્યું કે આ સંપૂર્ણ મામલો તમિલનાડુનો નહીં પરંતુ ઓરિસ્સાના બાલંગીરી જિલ્લાનો હતો. Odishabytes ના સમચાર પ્રમાણે, આ ઘટના ઓરિસ્સાના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સમલની સભા દરમિયાન ઘટી હતી.
- સમલ, ભાજપના ‘મો માટી, મો દેશ’ નામના એક પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ઓરિસ્સાના બાલંગીર જિલ્લામાં પહોંચ્યા હતા. આ દરમિયાન બાલંગીરીની સાંસદ સંગીતા સિંહ દેઓ અને વરિષ્ઠ નેતા કનક વર્ધન સિંહ દેઓ પ્રદેશ અધ્યક્ષ સમલ સાથે હાજર રહ્યા હતા.
- સભા જ્યારે આરટીઓ ચોક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ભાજપના સ્થાનિક નેતા અનંત દાસ અને તેમના સમર્થક બલરામ સિંહ યાદવે પ્રદેશ અધ્યક્ષ મનમોહન સમલને બુકે આપવાની કોશિશ કરી પરંતુ આ દરમિયાન ત્યાં હાજર એક અન્ય સ્થાનિક નેતા ગોપાલજી પનીગ્રાહીએ તેનો વિરોધ કર્યો.
- જેથી બંને સ્થાનિક નેતાઓની વચ્ચે વિવાદની સ્થિતિ બની ગઈ અને જોત-જોતામાં વાત મારઝૂડ સુધી પહોંચી ગઈ. ત્યાં સુધી કે સ્થાનિક નેતાઓ અનંત દાસ અને ગોપાલજી પનીગ્રાહી સાથે આવેલા તેમના કાર્યકર્તા પણ આ ઝઘડામાં કૂદી પડ્યા અને બંને પક્ષો વચ્ચે ખૂબ જ મારઝૂડ થઈ.
- આ સંપૂર્ણ ઘટના સાથે જોડાયેલો આખો વીડિયો રિપોર્ટ અમને કલિંગા ટીવીની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર પણ જોવા મળ્યો હતો. તેને 9 ઓક્ટોબર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો રિપોર્ટની હેડલાઇનમાં લખ્યું હતું- ઓરિસ્સાના બાલંગીરી જિલ્લામાં સભા દરમિયાન ભાજપના 2 જૂથ સામ-સામે આવી ગયા.
સ્ક્રીનશોટ જુઓ:
સ્પષ્ટ છે કે તમિલનાડુમાં સામાન્ય જનતાએ ભાજપના નેતાઓને માર માર્યો હોવાનો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. વાઇરલ વીડિયો તમિલનાડુનો નથી પરંતુ ઓરિસ્સાનો છે. તે જ સમયે સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈની આ ઘટના પણ તાજેતરની નહીં પરંતુ ઓક્ટોબર 2023ની છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] અને WhatsApp- 9201776050 કરો