- Gujarati News
- National
- Bounced 8 Times In The Air Before Landing On The Helipad; The Prudence Of The Pilot Saved 7 Lives
રૂદ્રપ્રયાગ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે સવારે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને 6 મુસાફરો સુરક્ષિત છે. આ મુસાફરો સિરસી હેલિપેડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિપેડ પર ઉતરતા પહેલા તે હવામાં ફંગોળાવા લાગ્યું હતું. આ પછી તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
હેલિપેડ પર કેટલાક મુસાફરો અને કંપનીના કર્મચારીઓ પણ હાજર હતા.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે આ હેલિકોપ્ટર ક્રેટન એવિએશન કંપનીનું છે. તે હેલિપેડથી લગભગ 100 મીટર પહેલા હવામાં ફંગોળાવા લાગ્યું. કેપ્ટન કલ્પેશ હેલિકોપ્ટર ઉડાડી રહ્યો હતો.
હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા હતા.
તમિલનાડુના છ ભક્તો – શિવાજી, ઉલ્લુબંકટ ચલમ, મહેશ્વરી, સુંદરા રાજ, સુમાથી, મયુર બાગવાની હેલિકોપ્ટરમાં સવાર હતા.
આ સમાચાર પણ વાંચો…
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 11 શ્રદ્ધાળુઓના મોત: ભીડ વધવાને કારણે વ્યવસ્થા ખોરવાઈ, વહીવટીતંત્રની અપીલ – ભક્તોએ નોંધણી વગર યાત્રા ન કરવી
જો તમે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા જવાનું વિચારી રહ્યા છો, તો તેને થોડા દિવસો માટે મુલતવી રાખો, કારણ કે ભીડને કારણે વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. મુસાફરો રજીસ્ટ્રેશન વગર આવતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે બુધવારથી કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વ્યવસ્થા સુધારવા માટે સચિવ સ્તરના અધિકારીઓ પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 2 લાખ 76 હજાર 416 શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે.
ચારધામ યાત્રા શરૂઃ પ્રથમ દિવસે રેકોર્ડ 32 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે અને યમુનોત્રીના દરવાજા સવારે 10:29 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી ધામના દરવાજા 12:25 કલાકે ખોલવામાં આવ્યા હતા. જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થયા હતા.
કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ સીએમ પુષ્કર સિંહ ધામી તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. હજારો લોકોની ભીડને કારણે પહેલા જ દિવસે અહીં અફરાતફરી જોવા મળી હતી.