બેંગલુરુ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
81 વર્ષના બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના 19મા મુખ્યમંત્રી હતા.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. પૂર્વ સીએમ વિરુદ્ધ સગીરાનું યૌન શોષણ કરવા મામલે FIR નોંધવામાં આવી છે. મામલો 2 ફેબ્રુઆરીનો બેંગલુરુનો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
17 વર્ષીય પીડિતાની ફરિયાદના આધારે, બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં POCSO અને 354 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ તરફ યેદિયુરપ્પાએ કહ્યું કે મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે, પરંતુ હું અત્યારે કહી શકું નહીં કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે.
આરોપ- મદદ માગવા ગઈ હતી, યેદીએ બળજબરી કરી
FIR મુજબ પીડિત સગીરા 2 ફેબ્રુઆરીએ મદદ માંગવા ગઈ ત્યારે તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતા તેની સાથે થયેલા અન્ય એક જાતીય સતામણીના કેસમાં મદદ માંગવા ગઈ હતી. ત્યારપછી યેદિયુરપ્પાએ પીડિતાને એક રૂમમાં ખેંચી લીધી અને તેનું યૌન શોષણ કર્યું હતું. જ્યારે પીડિતા રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેણે તેની માતાને કથિત મારપીટ વિશે જણાવ્યું.
પીડિતાની માતાએ ફરિયાદ કરતા યેદિયુરપ્પા સામે કેસ નોંધાયો. જોકે, મામલો સામે આવ્યા બાદ યેદિયુરપ્પાની ઓફિસે કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે FIR દાખલ કરનાર મહિલાએ અત્યાર સુધીમાં જુદા જુદા લોકો વિરુદ્ધ 53 કેસ દાખલ કર્યા છે.
બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે.
રાજ્યની કોંગ્રેસ સરકારે કહ્યું- મામલો સંવેદનશીલ છે
આ મામલે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રી સાથે બળજબરી કરવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કંઈપણ કહી શકતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે કારણ કે તેમાં પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે.
પરમેશ્વરે કહ્યું- મને નથી લાગતું કે આમાં કોઈ રાજકીય એન્ગલ છે. અમે મહિલાને ઓળખતા નથી. તેણીએ પોલીસમાં જઈને ફરિયાદ કરી અને પોલીસે તેનો કેસ નોંધ્યો.
બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના 19મા મુખ્યમંત્રી રહ્યા છે.
બીએસ યેદિયુરપ્પાએ 2007માં સાત દિવસ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી, તેમણે 2008 થી 2011 સુધી, મે 2018 માં ત્રણ દિવસ અને ફરીથી જુલાઈ 2019 થી જુલાઈ 2021 સુધી મુખ્ય મંત્રી તરીકે સેવા આપી. અઠવાડિયાનો ડ્રામા અને અનિશ્ચિતતા પછી તેમણે 2021માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે કર્ણાટકના લોકોનો તેમની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.