અમૃતસર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્વતંત્રતા દિવસ પર ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામસામે આવી ગયા હતા.
કેનેડાના સરેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા ભારતીયો અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. સરેમાંભારતીયો તિરંગો લઈને અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો પણ આવી પહોંચ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને કેનેડિયન પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના કેનેડાના સરેમાં બની હતી. કેનેડિયન સમય મુજબ 15 ઓગસ્ટની સવારે, ભારતીયો સરેમાં ગુરુ નાનક ગુરુદ્વારાની બહાર એકઠા થયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં 18 જૂન, 2023ના રોજ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હતો. અહીં ભારતીયો તિરંગા રેલી સાથે ગુરુદ્વારાની બહાર પહોંચ્યા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા.
આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય નાગરિકો સાથે ઘર્ષણનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ભારતીયો તિરંગો લહેરાવી રહ્યા હતા તો બીજી તરફ ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તાની ઝંડા લઈને પહોંચ્યા હતા.
કેનેડિયન પોલીસે વચ્ચે પડીને ખાલિસ્તાન અને ભારતીયો વચ્ચેના ઝઘડાને બંધ કરાવ્યો હતો
પોલીસે બચાવમાં આવવું પડ્યું
ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામસામે આવી ગયા બાદ ઝપાઝપી શરૂ થઈ હતી. ખાલિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા, જ્યારે ભારતીયોએ ખાલિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા. અંતે પરિસ્થિતિ વણસતી જોઈને કેનેડિયન પોલીસે બચાવમાં આવવું પડ્યું. પોલીસે બંને પક્ષોને એકબીજાથી જુદા પાડ્યા હતા.
ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામસામે છે, વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા ખાલિસ્તાન સમર્થકોને ખદેડ્યા હતા
ભારતીયોએ ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ શરૂ કર્યો. વાતાવરણ જોઈને ભારતીયો ગુરુ નાનક ગુરુદ્વારા બહાર લોકો ભેગા થવા લાગ્યા. અંતે પોલીસે ખાલિસ્તાન સમર્થકોને ત્યાંથી ખદેડ્યા હતા.