નવી દિલ્હી48 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેજરીવાલના વકીલોએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ EDના દરેક સમન્સનો જવાબ આપ્યો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. દલીલો શરૂ થતાં જ તેમને જામીન મળી ગયા હતા. તેમને રૂ. 15,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
આ મામલો EDની અરજી સાથે જોડાયેલો છે, જેના પર તેમને 7 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટમાં શુક્રવારે (15 માર્ચ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કેજરીવાલને હાજર થવા કહ્યું હતું. ખરેખરમાં દિલ્હીના મુખ્યમંત્રીએ રૂબરૂ હાજર ન થવા બદલ છૂટ માગી હતી.
EDએ અત્યારસુધીમાં કેજરીવાલને 8 સમન્સ જારી કર્યાં છે. કેજરીવાલ એક વખત પણ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા. આ પછી તપાસ એજન્સીએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં બે ફરિયાદ કરી હતી.
કોર્ટ રૂમ દલીલો…
કોર્ટ- શું આરોપી હાજર થઈ રહ્યા છે?
ગુપ્તા- હા, તેઓ કોર્ટમાં છે અને તમે બેલ બોન્ડ ઓર્ડર આપી શકો છો. આ પછી કેજરીવાલ જઈ શકે છે અને ઊલટતપાસ ચાલુ રાખી શકે છે.
કોર્ટ- 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કરે છે. કેજરીવાલ કોર્ટમાંથી જઈ શકે છે. વકીલો હજુ કોર્ટમાં હાજર રહે.
ED- આ કેસની કલમો એકવાર જુઓ.
કોર્ટ- આરોપો જામીનપાત્ર છે અને આરોપીએ જામીન માગ્યા છે.
કેજરીવાલના વકીલે કહ્યું- CMએ EDના દરેક સમન્સનો જવાબ આપ્યો
ASG એસવી રાજુ 15 માર્ચે સ્પેશિયલ જજ (સીબીઆઈ) રાકેશ સાયલની સિંગલ બેંચમાં કોર્ટમાં ED વતી હાજર થયા હતા. જ્યારે કેજરીવાલના વકીલોમાં વરિષ્ઠ એડવોકેટ રમેશ ગુપ્તા અને એડવોકેટ રાજીવ મોહન હતા. કેજરીવાલના વકીલોએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ EDના દરેક સમન્સનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી તરીકેની તેમની જવાબદારીઓને કારણે તેઓ ED સમક્ષ હાજર થઈ શક્યા નહોતા. EDએ કોર્ટમાં ફરિયાદ કરતાં પહેલાં કેજરીવાલને કારણ જણાવો નોટિસ પણ આપી નથી.
જ્યારે 2જી ફેબ્રુઆરીએ 5મા સમન્સ બાદ દિલ્હીના સીએમ પૂછપરછ માટે આવ્યા નહોતા, ત્યારે EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ અને બજેટસત્ર પર ચર્ચાને કારણે કેજરીવાલ 14 ફેબ્રુઆરીએ કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજર થયા હતા. આ પછી કોર્ટે આગામી સુનાવણી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી હતી.

EDએ કેજરીવાલને 8 સમન્સ મોકલ્યા છે
લિકર પોલિસી કૌભાંડ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવારને અત્યારસુધીમાં 8 સમન્સ મોકલ્યા છે. કેજરીવાલને 27 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે તેઓ એકવાર પણ પૂછપરછ માટે હાજર થયા નથી.