નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડોનેટ ફોર દેશ અભિયાન માટે 1 લાખ 38 હજાર રૂપિયા ડોનેટ કર્યા છે.
કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે ફંડ એકત્ર કરવા માટે આજે (18 ડિસેમ્બર) ડોનેટ ફોર દેશ અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ 28 ડિસેમ્બરે તેનો 138મો સ્થાપના દિવસ ઉજવશે. આ પ્રસંગે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસેથી 138 રૂપિયા, 1,380 રૂપિયા, 13,800 રૂપિયા અથવા આના કરતા 10 ગણું દાન માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતે આ અભિયાનની શરૂઆત કરતી વખતે 1 લાખ 38 હજાર રૂપિયા ડોનેટ કર્યા હતા.
આ ઝુંબેશ હાલમાં ઓનલાઈન ચાલી રહી છે. 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ પછી કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને ઓછામાં ઓછા 138 રૂપિયાનું દાન આપવાની માંગણી કરશે. ખડગેએ કહ્યું- પાર્ટી પહેલીવાર દેશ માટે દાન આપવાનું કહી રહી છે. જો આપણે શ્રીમંત લોકો પર નિર્ભર હોઈએ તો આપણે તેમની નીતિઓ સ્વીકારવી પડશે. મહાત્મા ગાંધીએ પણ દેશને આઝાદી અપાવવા માટે લોકો પાસેથી દાન લીધું હતું.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું- આ અભિયાન મહાત્મા ગાંધીના તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે, જે તેમણે 1919-20માં શરૂ કરાયું હતું.

કોંગ્રેસ નેતા અજય માકન ડોનેશન બાદ મલ્લિકાર્જુન ખડગેને સર્ટિફિકેટ આપ્યું હતું.
કોંગ્રેસના નેતા અજય માકને આ અભિયાનની ઓનલાઈન લિંક અને અન્ય માહિતી આપી હતી. તેમણે કહ્યું- જે પણ ડોનેશન આપશે તેને AICC દ્વારા હસ્તાક્ષરિત પ્રમાણપત્ર આપવામાં આવશે.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ કહ્યું- જો અમે ઉદ્યોગપતિઓને બદલે સામાન્ય લોકો પાસેથી દાન લઈએ તો અમારા પર કોઈ દબાણ નહીં આવે. અમે દબાણ વગર કામ કરી શકીશું. અમે દિલ્હીમાં તેનું સખતપણે પાલન કરીશું. આ અભિયાન દ્વારા અમે ઘરે-ઘરે જઈશું. આનાથી અમે તેમનો સંપર્ક કરી શકીશું અને દાન પણ એકત્રિત કરી શકીશું.
કોંગ્રેસના ક્રાઉડ ફંડિંગ પર ભાજપનો કટાક્ષ
ભાજપે 17 ડિસેમ્બરે સાંજે 4:22 વાગ્યે X (અગાઉ ટ્વિટર) પર 80ના દાયકાની ફિલ્મ ઈન્કલાબની ક્લિપ શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું – આ ક્લિપની કહાની અને પાત્રો કાલ્પનિક નથી. આ કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુની પાર્ટીના ક્રાઉડ ફંડિંગ શરૂ કરવાના અભિયાન સાથે મળતી છે.

ક્લિપમાં અમિતાભ બચ્ચન અને કાદર ખાનનો એક સીન છે, જેમાં કાદર ખાન અમિતાભને ચૂંટણી લડાવવા માટે દાન એકત્ર કરવા માટે કહી રહ્યા છે. કાદર ખાન કહે છે- અમારી પાસે મોટી માત્રામાં કાળું નાણું છે. આ રુપિયાને અમે જનતા પાસેથી મળેલા દાનમાં ઉમેરી લઈશું. બાદમાં અમે સરકારને કહીશું કે જનતાએ અમને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રીતે તમામ રુપિયા વાઈટ મની થઈ જશે.
કોંગ્રેસનું પ્રચાર ધીરજ સાહુ સાથે કેમ જોડાયું ?
આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડ્યા અને 350 કરોડથી વધુની રોકડ રિકવર કરી. આ દરોડા 6 ડિસેમ્બરે શરૂ થયા હતા, જે 15 ડિસેમ્બરના રોજ પૂરા થયા હતા. આ દરોડા પછી 15 ડિસેમ્બરે ધીરજ સાહુએ મીડિયા સામે આવીને ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે આ બધા પૈસા તેના નથી, પરંતુ તેના પરિવાર અને પેઢીના છે. તેઓ દરેક વસ્તુનો હિસાબ આપશે.