નવી દિલ્હી21 મિનિટ પેહલા
- કૉપી લિંક
1 જૂનના રોજ સાંજે 6 વાગ્યે લોકસભા ચૂંટણી-2024ના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ટીવી ચેનલો પર એક્ઝિટ પોલ બતાવવામાં આવશે.
કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગેની ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે કોંગ્રેસ ટીઆરપીની ગેમમાં સામેલ થવા માંગતી નથી. ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાનના પરિણામો મશીનોમાં લોક થઈ ગયા છે. પરિણામો 4 જૂને દરેકની સામે આવી જશે. આ પછી કોંગ્રેસ પાર્ટી ટીવી ડિબેટમાં ભાગ લેશે.
કોંગ્રેસના આ નિર્ણય પર કટાક્ષ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડશે, તેથી તેઓ મીડિયાનો સામનો કરી શકશે નહીં. તેમજ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષે પરિણામો પહેલા જ હાર માની લીધી છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ 31 મેના રોજ સાંજે 6:05 વાગ્યે આ કહ્યું હતું.
શાહે કહ્યું- કોંગ્રેસને પ્રચંડ હારનો સામનો કરવો પડશે
અમિત શાહે કહ્યું- કોંગ્રેસે પોતાની બહુમતી માટે આખી ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કર્યો હતો, પરંતુ હવે તેઓ પરિસ્થિતિ પણ જાણે છે કે આવતીકાલના મતદાન બાદ એક્ઝિટ પોલમાં તેમને જોરદાર હારનો સામનો કરવો પડશે. કોંગ્રેસ કયા મોઢે મીડિયાનો સામનો કરે? એટલા માટે કોંગ્રેસ આ સમગ્ર એક્સરસાઈઝને એ કહીને નકારી રહી છે કે એક્ઝિટ પોલનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ દરેક વખતે એક્ઝિટ પોલમાં ભાગ લે છે, પરંતુ આ વખતે તે પોતાની હાર પચાવવામાં અસમર્થતાને કારણે તેનો બહિષ્કાર કરી રહી છે.
શાહે વધુમાં કહ્યું કે હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે શાહમૃગ વૃત્તિથી કોઈને ફાયદો થતો નથી. હારનો હિંમતપૂર્વક સામનો કરો, આત્મનિરીક્ષણ કરો અને આગળ વધો.
નડ્ડાએ કહ્યું- કોંગ્રેસે હાર માની લીધી છે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એક્ઝિટ પોલમાં ભાગ ન લેવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે કોંગ્રેસે હાર માની લીધી છે. આમાં કંઈ નવું નથી. સામાન્ય રીતે, કૉંગ્રેસ એક્ઝિટ પોલમાંથી બહાર નીકળી જાય છે જ્યારે તેને લાગે છે કે પરિણામો તેની તરફેણમાં નહીં આવે. કોંગ્રેસનો દંભ કોઈનાથી છૂપો નથી. તેથી, સાતમા તબક્કામાં તેમના માટે કોઈએ પોતાનો મત બગાડવો જોઈએ નહીં.
8 રાજ્યોની 57 બેઠકો પર આજે મતદાન
લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં શનિવારે (1 જૂન) 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન યોજાયું છે. 542 લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી 485 સીટો પર મતદાન થયું છે. છેલ્લી 57 બેઠકો પર આજે 1 જૂને મતદાન ચાલુ છે.
ગુજરાતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે, તેથી માત્ર 542 બેઠકો પર જ મતદાન થયુ છે. 1 જૂનના રોજ સાંજે 6 વાગ્યે મતદાન સમાપ્ત થયા પછી વિવિધ ટીવી ચેનલો પર એક્ઝિટ પોલ બતાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો…
રાહુલે કહ્યું- I.N.D.I.A. બ્લોકની સરકાર બનવા જઈ રહી છે, કાર્યકરોને બબ્બર સિંહ કહ્યા
સાતમા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોક સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને બબ્બર સિંહ ગણાવ્યા અને કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ઈન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મતગણતરીના દિવસે છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર કાર્યકરોએ ઈવીએમ પર નજર રાખવી જોઈએ.