નવી દિલ્હી30 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2009 અને 2014માં ગુલબર્ગ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. (ફાઈલ)
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણીથી દૂર રહી શકે છે. કોંગ્રેસની બીજી યાદીના મંથન અંગે સોમવારે યોજાયેલી બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે ખડગે આ વખતે ચૂંટણી નહીં લડે. NDTVના અહેવાલ મુજબ ખડગે ઈચ્છે છે કે તેઓ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરે અને પોતાના અંગત પ્રચારમાં વ્યસ્ત ન રહે.
7 માર્ચે યોજાયેલી કોંગ્રેસ CECની બેઠકમાં કર્ણાટકના ગુલબર્ગાથી ખડગેનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. જોકે પાર્ટીએ આની જાહેરાત કરી નથી. સૂત્રોનું કહેવું છે કે ખડગે હવે તેમના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડમાનીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.
મલ્લિકાર્જુન ખડગે 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ગુલબર્ગા સીટ પરથી જીત્યા છે. 2019માં તેમને બીજેપી નેતા ઉમેશ જાધવે હરાવ્યા હતા. ત્યારથી તેઓ રાજ્યસભાના સાંસદ અને વિપક્ષના નેતા છે. રાજ્યસભામાં તેમના કાર્યકાળમાં હજુ ચાર વર્ષ બાકી છે.
રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે
પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39માંથી 20 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 19 બેઠકો પર જૂના ઉમેદવારોને યથાવત રાખવામાં આવ્યા છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી સતત બીજી વખત ચૂંટણી લડશે. શશિ થરૂરને કેરળના તિરુવનંતપુરમથી સતત ચોથી વખત ટિકિટ મળી છે.
છત્તીસગઢમાં 5 અને તેલંગાણામાં 6 જૂના ઉમેદવારોની ટિકિટો કાપવામાં આવી છે. કોંગ્રેસે ભૂપેશ બઘેલ, તામ્રધ્વજ સાહુ અને કેસી વેણુગોપાલ જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રથમ યાદીમાં માત્ર 15 ઉમેદવારો એટલે કે લગભગ 38% સામાન્ય કેટેગરીના છે. SC/ST/OBC/મુસ્લિમ કેટેગરીના 24 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે એટલે કે લગભગ 62%. કોંગ્રેસે મહિલાઓને માત્ર 10% ટિકિટ આપી છે. જ્યારે 50 વર્ષથી નીચેના ઉમેદવારો 31% છે.
અશોક ગેહલોતના પુત્ર વૈભવને ટિકિટ મળી શકે છે
કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠક 11 માર્ચે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને CECના સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાજસ્થાન અને ઉત્તરાખંડના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોતના પુત્ર વૈભવને ટિકિટ આપવામાં આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો…
કોંગ્રેસની પ્રથમ યાદીના 4 સંકેતો, હિન્દી ભાષી રાજયના મોટા નેતાઓની આગ્નિપરીક્ષા
કર્ણાટકમાં 7 બેઠકો માટે ટિકિટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 6 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એ જ રીતે છત્તીસગઢમાં 6 બેઠકો માટે ટિકિટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 5 નવા ઉમેદવારો છે. નવા ઉમેદવારોમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો પણ સમાવેશ થાય છે. તેઓ રાજનાંદગામથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ કેરળમાં કોઈ પ્રયોગ કરવાના મૂડમાં નથી.
ભાજપની પ્રથમ યાદી – 195 નામ, તેમાં 34 મંત્રીઓ: કાશીથી મોદી, ગાંધીનગરથી શાહ
બીજેપીએ 2 માર્ચે સાંજે 7 વાગ્યે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ મળી છે. યાદીમાં 28 મહિલાઓ, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસીના નામ છે. 50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવારો છે, જેમને પાર્ટીએ યુવા ગણાવ્યા છે.