મુંબઈ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ અને બંગલો અને રાજ કુન્દ્રાના નામે નોંધાયેલા ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ કેસ 2002ના બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. EDએ X (ટ્વિટર)પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
EDએ વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને આરોપી સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સામે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસમાં નોંધાયેલી બહુવિધ FIRના આધારે તપાસ શરૂ કરી હતી.
નવેમ્બર 2023માં રાજ તેની પ્રથમ ફિલ્મ UT69ના ટ્રેલર લૉન્ચ વખતે ભાવુક થઈ ગયો હતો.
આ મામલો બિટકોઈન પોન્ઝી સ્કીમ સાથે સંબંધિત છે
તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ દર મહિને 10% વળતરના ખોટા વચન સાથે બિટકોઈન (એકલા 2017માં 6600 કરોડ રૂપિયાની કિંમત)ના રૂપમાં લોકો પાસેથી મોટી રકમ એકઠી કરી હતી. આ બિટકોઇન્સનો ઉપયોગ બિટકોઇન માઇનિંગમાં થવાનો હતો, પરંતુ પ્રમોટર્સે રોકાણકારો સાથે છેતરપિંડી કરી અને ગેરકાયદેસર રીતે મેળવેલા બિટકોઇન્સ ઓનલાઈન વોલેટમાં છુપાવી દીધા.
સોદો નિષ્ફળ ગયો અને રોકાણકારોને તેમના લાભો આપવામાં આવ્યા ન હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપવા માટે કુન્દ્રાને ગેઈન બિટકોઈન પોન્ઝીના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન્સ મળ્યા હતા. જે તેની પાસે હજુ પણ છે, જેની વર્તમાન કિંમત 150 કરોડ રૂપિયાથી વધુ છે. આ કેસમાં પ્રથમ ફરિયાદ 11 જૂન 2019ના રોજ દાખલ કરવામાં આવી હતી અને પૂરક ફરિયાદ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વિશેષ PMLA કોર્ટે આના પર કાર્યવાહી કરી હતી. અગાઉ EDએ 69 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
જેલમાંથી છૂટ્યા બાદ રાજ કુન્દ્રાએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ તેણે માસ્ક પહેરવાનું બંધ કરી દીધું હતું.
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલ જઈ ચૂક્યા છે
મોબાઈલ એપ્સ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને અપલોડ કરવા બદલ જુલાઈ 2021માં રાજની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 2 મહિના પછી તેને જામીન મળી ગયા, ત્યારબાદ 2022માં તેણે CBIને પોતાની નિર્દોષતા અંગે અપીલ કરી. રાજે ગયા વર્ષે ફિલ્મ ‘UT 69’ દ્વારા લોકો સમક્ષ આરોપોના સમયથી લઈને જેલમાં વિતાવેલા બે મહિના સુધીની તેની સંપૂર્ણ વાર્તા કહી.