કોલકાતા59 મિનિટ પેહલા
- કૉપી લિંક
પશ્ચિમ મેદિનીપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં મમતાએ પરંપરાગત ઢોલ વગાડ્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં તેમની સરકાર બની રહેશે. તેમણે કહ્યું કે ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર જ સત્તામાં રહેશે. તેમણે કહ્યું કે તેમને પાર્ટીની તાકાત પર પૂરો વિશ્વાસ છે. જો તે વધુ કે ઓછા મતો મેળવે તો પણ તૃણમૂલ કોંગ્રેસ ટકી રહેશે. જે લોકો પાર્ટી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે તેમણે સાવધાન રહેવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી ટાણે દિલ્હીથી કેટલાક લોકો આવે છે, પછી તેઓ આખું વર્ષ ડોકાતા પણ નથી. કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ તેઓ આવતા નથી. મમતા બેનર્જી સોમવારે પૂર્વ મેદિનીપુરમાં સરકારી વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પરંપરાગત ઢોલ વગાડીને કલાકારો સાથે લોકનૃત્ય પણ કર્યું હતું.
પૂર્વ મેદિનીપુરમાં એક કાર્યક્રમમાં કલાકારો સાથે લોકનૃત્ય કરતા મમતા બેનર્જી.
સીનિયર નેતા તાપસ રોયે તૃણમૂલથી છેડો ફાડ્યો:રોયે કહ્યું- અહીં બધે ભ્રષ્ટાચાર, માન- સન્માન નહીં
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સીનિયર નેતા તાપસ રોયે પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તાપસે સોમવારે (4 માર્ચ) મીડિયાને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં મારા ઘરે EDના દરોડા પડ્યા હતા. ત્યારે પાર્ટીએ મને સહકાર આપ્યો નહોતો.
તાપસે કહ્યું- મને લાગ્યું કે પાર્ટીમાં મારું માન- સન્માન જળવાઈ રહ્યું નથી. એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. EDની ટીમ 12 જાન્યુઆરીએ મારા ઘરે આવી હતી. આટલા દિવસો વીતી ગયા, પરંતુ પક્ષે કોઈ સમર્થન કે સહાનુભૂતિ વ્યક્ત કરી નથી. મેં મારું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું છે. હવે હું આઝાદ પક્ષી છું.
3 દિવસ પહેલા TMCના પ્રવક્તા કુણાલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યુ હતું
તૃણમૂલ કોંગ્રેસ માટે 3 દિવસમાં આ બીજો મોટો ફટકો છે. આ પહેલા પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે 1 માર્ચે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ પ્રવક્તા અને મહાસચિવનું પદ સંભાળવા માંગતા નથી. તેઓ સિસ્ટમમાં ફિટ બેસી રહ્યા નથી.
રાજીનામું આપ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો બાયો બદલીને સામાજિક કાર્યકર અને પત્રકાર કર્યો છે. જો કે, કુણાલ ઘોષે કહ્યું હતું કે તેઓ પાર્ટી છોડી રહ્યા નથી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે મમતા બેનર્જીને પોતાના નેતા જણાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો…
TMCએ શેખ શાહજહાંની ધરપકડ બાદ સસ્પેન્ડ કર્યોઃ કહ્યું- પાર્ટી માત્ર બોલે છે, તૃણમૂલ જે કહે છે તે કરે છે
TMCએ TMC નેતા શેખ શાહજહાંને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, જેઓ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન હડપ કરવાના આરોપી છે. પાર્ટીના નિર્ણયની જાહેરાત કરતા ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે એક પાર્ટી એવી છે જે માત્ર વાતો જ કરે છે. તૃણમૂલ જે કહે છે તે કરે છે.