નવી દિલ્હી49 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરાયેલા ડેટા અનુસાર કોંગ્રેસે ચૂંટણી બોન્ડ દ્વારા કુલ 1,334 કરોડ રોકડા કર્યા
ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગેની માહિતી સામે આવી ત્યારથી જ રાજકીય પક્ષોમાં નિવેદનબાજી વધી ગઈ છે. કોંગ્રેસે સોમવારે (18 માર્ચ) મોદી સરકાર પર હપતા વસૂલીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે તેને પીએમ હપતા વસૂલી યોજના નામ આપ્યું હતું.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારાઓમાં 21 કંપનીઓ એવી છે જેણે CBI, ED અથવા ઈન્કમ ટેક્સ દ્વારા તપાસનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડનું સત્ય દરરોજ સામે આવી રહ્યું છે.
જયરામ રમેશ X પર લાંબી પોસ્ટની શ્રેણી લખી રહ્યા છે. જેમાં ચૂંટણી બોન્ડ કૌભાંડમાં ભ્રષ્ટાચારની પદ્ધતિઓ વિશે લખવામાં આવી રહ્યું છે. રમેશની 4 પદ્ધતિઓમાં- દાન આપો, ધંધો લો, હપતા વસૂલી, કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો અને બનાવટી કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે.
પીએમ હપતા વસૂલીને લઇ જયરામે લખ્યું…
ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડ કેટલું મોટું છે તે વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. દરેક પસાર થતા દિવસની સાથે તેને લગતા ચોંકાવનારા ઉદાહરણો સામે આવી રહ્યા છે. આજે, અમે ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડમાં ભ્રષ્ટાચારની બીજી પેટર્ન, પ્રધાનમંત્રી હપતા રિકવરી સ્કીમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ
- 10 નવેમ્બર 2022ના રોજ, EDએ દિલ્હી સરકારની દારૂ નીતિમાં અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથ ચંદ્ર રેડ્ડીની ધરપકડ કરી. પાંચ દિવસ પછી, 15 નવેમ્બરે, અરબિંદો ફાર્માએ ચૂંટણી બોન્ડ તરીકે રૂ. 5 કરોડનું દાન કર્યું.
- નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડે ઑક્ટોબર 2018માં આવકવેરાના દરોડાના 6 મહિના પછી એપ્રિલ 2019માં રૂ. 30 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા.
- 7 ડિસેમ્બર, 2023ના રોજ, આવકવેરા વિભાગે રામગઢમાં રૂંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના 3 એકમો પર દરોડા પાડ્યા હતા. 11 જાન્યુઆરી, 2024ના રોજ, કંપનીએ 1 કરોડ રૂપિયાના 50 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા. અગાઉ ફર્મે એપ્રિલ 2021માં જ દાન આપ્યું હતું.
- હૈદરાબાદની શિરડી સાઈ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ પર 20 ડિસેમ્બર 2023ના રોજ આવકવેરા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 11 જાન્યુઆરી, 2024ના રોજ, કંપનીએ રૂ. 40 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા.
- નવેમ્બર 2023માં, આવકવેરા અધિકારીઓએ રેડ્ડીઝ લેબ્સના કર્મચારીના ઘરે કથિત રોકડ વ્યવહારો માટે દરોડા પાડ્યા હતા. દરોડા પછી તરત જ કંપનીએ રૂ. 31 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. આ પછી, આ કંપનીએ નવેમ્બર 2023માં 21 કરોડ રૂપિયા અને જાન્યુઆરી 2024માં 10 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા, જે કુલ 84 કરોડ રૂપિયા છે.
અંતમાં જયરામે લખ્યું કે આ તો થોડાંક ઉદાહરણો છે. પરંતુ આવી 21 કંપનીઓ છે, જેમણે સીબીઆઈ, ઈડી અથવા ઈન્કમ ટેક્સની તપાસ બાદ ઈલેક્ટોરલ બોન્ડના રૂપમાં દાન આપ્યું છે.
જયરામે કહ્યું- કૌભાંડ માટે મોદી-શાહ જવાબદાર
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં કહ્યું કે ચૂંટણી બોન્ડ કૌભાંડ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે. તેમને પૂછવું જોઈએ કે ચૂંટણી દાન મેળવવા માટે સરકારે બદલાની ભાવનાથી કામ કેમ કર્યું? આ બંનેએ આ યોજના દ્વારા ભાજપના ખાતામાં કાળું નાણું મોકલવાનું કાવતરું ઘડ્યું હતું.
SBI અને ECIએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી શેર કરી
સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને, ઈલેક્ટોરલ બોન્ડના અધિકૃત વિક્રેતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 12 માર્ચે ચૂંટણી પેનલ સાથે ડેટા શેર કર્યો હતો. SBIએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2024ની વચ્ચે, દાતાઓએ વિવિધ કેટેગરીના કુલ 22,217 ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા, જેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા હતા.
જો કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 21 માર્ચે, કોર્ટે SBIને એફિડેવિટ અને ચૂંટણી બોન્ડ સંબંધિત સંપૂર્ણ માહિતી શેર કરવાનો આદેશ આપ્યો છે.