પ્રયાગરાજ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ થયાના બીજા દિવસે ગુરુવારે આગ લાગી છે. મેળા વિસ્તારના સેક્ટર-22માં ઘણા પંડાલ સળગી ગયા છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક નહોતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ શું હતું. તે હજુ ક્લિયર થયું નથી.
બુધવારે એટલે કે ગઈકાલે મૌની અમાવસ્યા નિમિત્તે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 40થી વધુ લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રે 30 લોકોના મોતનો સ્વીકાર કર્યો હતો.
19 જાન્યુઆરીએ પણ આગ લાગી હતી, 180 પંડાલ બળી ગયા હતા મહાકુંભના મેળા વિસ્તારમાં 19 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગમાં ગીતા પ્રેસની 180 પંડાલ બળીને ખાખ થઈ ગયા હતા.
મહાકુંભ પ્રશાસનના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આગના કારણે રસોડામાં રાખેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સંપૂર્ણ સમાચાર વાંચો
આ તસવીર 19મી જાન્યુઆરીની છે.
ફાયર ઓપરેશન માટે તહેનાત છે AWT, 50 ફાયર ફાઇટીંગ પોસ્ટ મહાકુંભ નગરીમાં ફાયર ઓપરેશન્સ માટે એડવાન્સ ફીચરવાળા 4 આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર (LWT) તહેનાત કરવામાં આવ્યા છે. આમાં વિડિયો-થર્મલ ઇમેજિંગ જેવી એડવાન્સ સિસ્ટમ્સ છે. તેનો ઉપયોગ બહુમાળી અને ઉંચા ટેન્ટમાં આગ ઓલવવા માટે થાય છે. LWT 35 મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવી શકે છે.
મહાકુંભ મેળા વિસ્તારને ફાયર ફ્રી બનાવવા માટે અહીં 350થી વધુ ફાયર બ્રિગેડ, 2000થી વધુ ટ્રેઇન મેનપાવર, 50 ફાયર સ્ટેશન અને 20 ફાયર પોસ્ટ બનાવવામાં આવી છે. અખાડા અને ટેન્ટમાં ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ
————————————
મહાકુંભ સંબંધિત આ સમાચાર પણ વાંચો-
મહાકુંભમાં નાસભાગ પર યોગી ભાવુક થયા: કહ્યું- ન્યાયિક પંચ 30 મૃત્યુની તપાસ કરશે; મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર
પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ઘાટ પર થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત બાદ સરકાર એક્શનમાં છે. રાત્રે સીએમ યોગીએ ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. ત્યારબાદ મહાકુંભમાં ફરજ માટે અનુભવી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. IAS આશિષ ગોયલ અને ભાનુ ચંદ્ર ગોસ્વામીને તાત્કાલિક પ્રયાગરાજ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર