નવી દિલ્હી42 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહનું શનિવારે રાતે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 93 વર્ષનાં હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો, જ્યાં તેમને છેલ્લાં થોડાં દિવસો પહેલાં દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો હોસ્પિટલમાં છે અને તેમના પરિવારના અનેક અન્ય સભ્ય અંતિમ સંસ્કાર માટે આજે દિલ્હી આવી રહ્યા છે.
કે. નટવર સિંહે 2004-05 દરમિયાન UPA-I સરકારમાં ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ હતા. તેમણે પાકિસ્તાનમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી અને 1966થી 1971 સુધી તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે જોડાયેલા હતા.
1984માં નટવર સિંહને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
નટવર સિંહનો જન્મ રાજસ્થાનના રાજવી પરિવારમાં થયો હતો
કે. નટવર સિંહનો જન્મ 16 મે 1931ના રોજ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ કુંવર નટવર સિંહ હતું અને તેઓ એક રાજવી પરિવારના હતા. તેમણે મેયો કોલેજ, અજમેર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ ભારતીય વિદેશ સેવા (IFS)માં જોડાયા અને 1953માં તેમની સેવાઓ શરૂ કરી.
રાજદ્વારી તરીકે કે. નટવર સિંહની કારકિર્દી ખૂબ લાંબી હતી. તેઓ પાકિસ્તાન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત હતા. 1966 થી 1971 સુધી, તેઓ પીએમ ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે જોડાયેલા હતા અને તેમના વિશેષ સહાયક તરીકે કામ કરતા હતા.
1984માં કોંગ્રેસમાં જોડાયા, 2004માં વિદેશ મંત્રી બન્યા
નટવર સિંહ 1984માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને રાજસ્થાનના ભરતપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2004માં તેમને UPA-I સરકારમાં ભારતના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જોકે, ‘ઓઇલ ફોર ફૂડ’ કૌભાંડમાં તેમનું નામ સામે આવતાં તેમણે 2005માં પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહ.
1984માં પદ્મ ભૂષણથી સન્માનિત
1984માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. નટવર સિંહે ઘણા પુસ્તકો અને સંસ્મરણો લખ્યા છે. તેમની આત્મકથા ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં તેમણે તેમના જીવન અને રાજકીય અનુભવો વિશે વિગતવાર લખ્યું છે.
નટવર સિંહે 2014માં પોતાની બાયોગ્રાફી ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’ લખી હતી.
પોતાની પુસ્તકમાં નટવર સિંહે સોનિયા ગાંધીના પીએમ પદને ન સ્વીકારવાનો કિસ્સો જણાવ્યો
નટવર સિંહે તેમના પુસ્તક ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’માં 2004ની ઘટના પણ વર્ણવી છે, જ્યારે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ હતી અને સોનિયા ગાંધી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા તે લગભગ નિશ્ચિત હતું. પરંતુ, છેલ્લી ઘડીએ સોનિયાએ આ પદને ફગાવી દીધુ હતુ.
નટવર સિંહે લખ્યું હતું કે, ‘તે સમયે ગાંધી પરિવારને પીએમ પદ પર શંકા હતી. રાહુલે તેની માતાને કહ્યું કે તે પીએમ નહીં બને. રાહુલ તેની માતા સોનિયાને રોકવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. મા-દીકરો બંને જોર-જોરથી વાતો કરી રહ્યા હતા. રાહુલને ડર હતો કે જો તેની માતા પીએમ બનશે તો તેને પણ તેના દાદી અને પિતાની જેમ મારી નાખવામાં આવશે.
‘રાહુલ ખૂબ ગુસ્સામાં હતો. તે સમયે હું, મનમોહન સિંહ અને પ્રિયંકા ત્યાં હતા. મામલો ત્યારે વધી ગયો જ્યારે રાહુલે કહ્યું કે માતા હું તમને 24 કલાકનો સમય આપું છું. શું કરવું તે તમે નક્કી કરો છો? અશ્રુભીની માતા (સોનિયા) માટે રાહુલના શબ્દોની અવગણના કરવી અશક્ય હતી.
18 મે 2004ના રોજ સવારે સોનિયા ગાંધી વહેલી સવારે જાગી ગયા હતા. તે ચૂપચાપ રાહુલ અને પ્રિયંકા સાથે ઘરની બહાર નીકળી ગયા. સોનિયાની કાર રાજીવ ગાંધીની સમાધિ પર પહોંચી. ત્રણેય થોડી વાર સમાધિની સામે બેસી રહ્યા. તે જ દિવસે સાંજે 7 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાઈ હતી.
નટવરે લખ્યું- ‘સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા તરફ જોયું અને કહ્યું- મારું લક્ષ્ય ક્યારેય વડાપ્રધાન બનવાનું નથી. હું હંમેશા વિચારતી હતી કે જો હું ક્યારેય આવી પરિસ્થિતિમાં આવીશ, તો હું મારા અંતરાત્માની વાત સાંભળીશ. આજે તે અવાજ કહે છે કે મારે આ પદને નમ્રતાથી સ્વીકારવું જોઈએ નહીં.