22 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી વચ્ચે સોશિયલ મીડિયા પર સિરસા હરિયાણાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં ગુસ્સે ભરાયેલા લોકોની ભીડ એક વ્યક્તિને ઢોર માર મારતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
- વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે જે માર ખાઇ રહી છે તે ભાજપની વ્યક્તિ છે. આ વીડિયોને એક્સ પર અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો છે.
તપાસ દરમિયાન અમને શક્તિ કુમાર મેહરા નામના વેરિફાઇડ એક્સ યૂઝરની ટ્વિટ મળી. ટ્વિટમાં લખ્યું હતું- સિરસામાં પ્રસાદ લેતા ભાજપના નેતા, આ વખતે સંખ્યા ચોક્કસપણે 400 પાર થશે.
ટ્વીટ જુઓ:
શક્તિ કુમારના ટ્વીટ પર કમેન્ટ કરતા થોડા યૂઝર્સે લખ્યું હતું કે આ વીડિયો ભાજપ નેતાને માર મારી રહ્યા હોય તેનો નથી. પરંતુ કોંગ્રેસના બે જૂથ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે તેનો છે. અહીંથી અમને આગળની તપાસ માટે એક હિન્ટ મળી.
સ્ક્રીનશોટ જુઓ…
આ દરમિયાન અમને અનેક એક્સ યૂઝર્સના પણ ટ્વિટ મળ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો ભાજપ નેતાને માર મારી રહ્યા હોય તેનો છે.
એક્સ યૂઝર નવીન કુમારે પોતાની ટ્વીટમાં લખ્યું- હરિયાણાના સિરસામાં ખેડૂતોએ BJPના લોકો માટે એક ભંડારાનું આયોજન કર્યું, પ્રસાદ વિતરણ કર્યું.
ટ્વીટ જુઓ:
વાઇરલ વીડિયોનું સત્ય શું છે?
વાઇરલ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની તપાસ માટે અમે તેના કી-ફ્રેમને ગૂગલ ઇમેજ પર રિવર્સ સર્ચ કર્યા.
સર્ચ રિઝલ્ટમાં અમને સિરસા સમાચાર નામનું ફેસબુક પેજ મળ્યું. તેમાં આ સંપૂર્ણ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું. 5 મેના રોજ કરવામાં આવેલી આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઝઘડો કોંગ્રેસના બે જૂથ, શૈલજા કુમારી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સમર્થકોની વચ્ચે થયો હતો.
પોસ્ટ જુઓઃ
તપાસ દરમિયાન અમને ફેસબુક પર જ અન્ય એક યૂઝરની પોસ્ટ મળી. 5 મેના રોજ કરવામાં આવેલી આ પોસ્ટમાં લખ્યું હતું- લોકસભાનો પ્રથમ ટ્રેન્ડ, ગામ સામૈનમાં હુડા વિરુદ્ધ શૈલજા જૂથ.
પોસ્ટ જુઓ:
મામલાની સત્યતા તપાસવા માટે અમે દિવ્ય ભાસ્કરના સિરસા ઓફિસમાં પણ સંપર્ક કર્યો. અહીંથી અમને જાણવા મળ્યું કે વાઇરલ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. આ વીડિયો કોંગ્રેસના બે જૂથની વચ્ચે ઝઘડાનો હતો. ત્યાં જ, ભાજપ નેતાની મારપીટનો દાવો પણ સંપૂર્ણ રીતે ખોટો હતો.
સ્પષ્ટ છે કે વાઇરલ દાવો સંપૂર્ણ રીતે ખોટો અને ભ્રામક છે.
વોટિંગ ક્યારે થશે?
સિરસા લોકસભા સીટ પર છઠ્ઠા ચરણમાં 25મેના રોજ મતદાન થશે. ત્યાં જ, વોટિંગના પરિણામ 4 જૂનના રોજ આવશે.
ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય, તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp – 9201776050 પર ઈ-મેઇલ કરો.