- Gujarati News
- National
- Heavy Collision Between Bus And Van, VIDEO, Laborers In Van Fell Down Like A Ball, Bus Hits Van While Trying To Save Tractor Driver
10 કલાક પેહલા
- કૉપી લિંક
તામિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં એક ચોંકાવનારો અકસ્માત થયો છે. અહીં 20 મુસાફરને લઈ જતી વેન અને બસની જોરદાર ટક્કર થઈ હતી. એમાં વાનચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને કાંચીપુરમની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાનમાં 20થી વધુ મજૂરો સવાર હતા
મળતી માહિતી મુજબ, વાન કલાવાઈ કેંગનાપુરમથી 20થી વધુ મજૂર સાથે ચેન્નઈ જઈ રહી હતી. ત્યારે ચેયાર પાસે અકસ્માત થયો હતો. વેન વેંકટરાયણપેટ્ટાઈને ઓળંગતાં જ સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મજૂરો પણ સ્પીડમાં આવતી વેનમાંથી નીચે પડી ગયા હતા.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વાનચાલક મુરુગનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સિવાય પાંચ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને કાંચીપુરમની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.
વાનમાં સવાર લોકો જમીન પર પડ્યા
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બસ તેજ સ્પીડમાં પસાર થઈ રહી છે. ત્યારે અચાનક બીજી બાજુથી એક ટ્રેક્ટર આવે છે. બસ-ડ્રાઈવર ટ્રેક્ટરથી બચવા બસને રોડની બીજી બાજુ લઈ જવાનો પ્રયાસ કરે છે. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક વાન બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનમાં સવાર લોકો જમીન પર પડી ગયા. સદનસીબે નીચે પડી ગયેલા લોકોને વધુ ઈજા થઈ ન હતી. એટલું જ નહીં, બસ પણ ત્યાં જ ઊભી રહી ગઈ હતી, નહીંતર મોટી દુર્ઘટના થઈ હોત.