- Gujarati News
- National
- A Record 56 Students Scored 100 Percentile, Including 2 Students From Gujarat; General Cutoff Is 93.23%
નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 24મી એપ્રિલે લગભગ 11:30 વાગ્યે JEE મેન્સ 2024 સેશન 2નું પરિણામ જાહેર કર્યું. એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેન્સ સેશન-2 માટે હાજર થયેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકશે.
આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. જેમાં કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા નામની બે છોકરીઓનો સમાવેશ થાય છે. ગત વખતે 43 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.
JEE મેન્સ 2024 સત્ર 2 નું પરિણામ જોવા માટે સીધી લિંક
ગુજરાતમાંથી 2 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા
રાજ્ય પ્રમાણે, 100 પર્સેન્ટાઈલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાંથી 2, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થી છે.
આ વખતે કટઓફ 2.45 માર્ક વધુ હતું
આ વખતે, JEE મેઈન્સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઈલ 2023ની સરખામણીમાં 2.45 પોઈન્ટ્સ વધારે હતું, જોકે સામાન્ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત કરતાં 1261 ઓછી છે. આ વખતે JEE એડવાન્સ માટે ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે.
જનરલ કેટેગરીના 97,351 વિદ્યાર્થીઓને 100 પર્સેન્ટાઈલ અને 93.23 વચ્ચે પસંદ કરવામાં આવ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓમાં 6 EWS કેટેગરીના છે, જેમાંથી 4 તેલંગાણાના અને 2 આંધ્રપ્રદેશના છે.
56 ટોપર્સમાં 40 જનરલ અને 10 ઓબીસી
56 ટોપર્સમાં જનરલ કેટેગરીના 40, OBCમાંથી 10 અને જનરલ-EWSમાંથી છનો સમાવેશ થાય છે. ઓબીસી વિદ્યાર્થીઓ જેમણે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 2-2 તેલંગાણાના, એક-એક મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.
પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી, વિદેશમાં પણ કેન્દ્રો હતા
JEE 13 ભાષાઓમાં યોજવામાં આવી હતી: આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. કેપટાઉન, દોહા, દુબઈ, મનામા, ઓસ્લો, સિંગાપોર, કુઆલાલંપુર, લાગોસ/અબુજા, જકાર્તા, વિયેના, મોસ્કો અને વોશિંગ્ટન ડીસીમાં 22 કેન્દ્રો સહિત 319 શહેરોમાં 571 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
10.68 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
આ વખતે 10,67,959 વિદ્યાર્થીઓએ JEE Mains એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી, જે ગત વખત કરતા 45,366 વિદ્યાર્થીઓ ઓછા હતા. JEE મેન્સ દ્વારા, તમામ કેટેગરીના 2,50,248 વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. ગયા વર્ષે લગભગ 2.5 લાખ પસંદગીના વિદ્યાર્થીઓમાંથી માત્ર 1,89,487 વિદ્યાર્થીઓએ એડવાન્સ આપી હતું.