- Gujarati News
- National
- IMD Weather Update; Delhi UP Kanpur | MP Rajasthan Punjab Cold Wave Rainfall Alert Himachal Snowfall
નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશમાં તીવ્ર ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે સવારે એમપી અને યુપી સહિત 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે ઘણા રાજ્યોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. દિલ્હીમાં સ્મોગના કારણે 120 ફ્લાઈટ અને 26 ટ્રેન મોડી પડી હતી. 4 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. તે જ સમયે ઘણી ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દિલ્હી સ્ટેશન પહોંચી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી.
યુપીના તમામ 75 જિલ્લામાં ધુમ્મસ છે. નોઈડામાં ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. આગ્રામાં તાજમહેલ 20 મીટર દૂરથી દેખાતો નથી. કાનપુર અહીંનો સૌથી ઠંડો જિલ્લો હતો. લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં શનિવાર અને રવિવારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે મોટાભાગની જગ્યાએ તાપમાન માઈનસમાં છે.
દેશમાં ધુમ્મસ અને હિમવર્ષાની 8 તસવીરો…
ગુરુગ્રામમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે ટ્રેનો મોડી પડી
અમૃતસરમાં ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. ઘણી ફ્લાઈટ મોડી પડી હતી.
શુક્રવારે સવારે પટિયાલામાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી.
કુંભનાં પ્રયાગરાજમાં સવારે ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસ વચ્ચે કુંભની તૈયારીઓ થઈ.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરની સપાટી પર બરફનો સ્તર જમા થયો
બારામુલ્લામાં એક મંદિર પર બરફ જમા થયો છે. અહીં તાપમાન માઈનસમાં નોંધાયું હતું.
હરિયાણાના અંબાલામાં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી.
દિલ્હીમાં કર્તવ્ય પથ પર ધુમ્મસ વચ્ચે ગણતંત્ર દિવસની પરેડની તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન…
11 જાન્યુઆરી: 3 રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ
- હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશના ભાગોમાં ધુમ્મસનું એલર્ટ.
- રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ તોફાનનું એલર્ટ.
- જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં કોલ્ડ વેવ એલર્ટ.
12 જાન્યુઆરી: તમિલનાડુમાં વરસાદની ચેતવણી
- રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે.
- તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ છે.
- ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે.